________________
Jain Education International
→9884
૮. સંપૂર્ણ અંગોપાંગ
ધજ બીજું સોપાન છે, જેની પાંચેપાંચ
ઇન્દ્રિયો સંપૂર્ણ હોય, જેના શરીરનું બંધારણ વ્યવસ્થિત હોય તેને ધર્મનું પાલન કરવું સરળ બને છે. એવો આત્મા ધર્મમાં જલદી આગળ વધી શકે છે. એટલે સંપૂર્ણ અંગોપાંગને પણ એક ગુણમાં સ્થાન મળે છે.
માણસ મૂંગો હોય તો અંતરના ભાવો વ્યક્ત ન કરી શકે. એટલે જેને ધર્મ પાળવો છે એણે પોતાની બધી ઇન્દ્રિયોને સુવ્યવસ્થિત રાખવી જોઈએ. એ ઇન્દ્રિયોથી જેટલા આપણે પરાધીન, એટલા આપણે દુ:ખી થવાના. એટલા માટે માણસે પોતાની બધી પ્રવૃત્તિઓ જાતે જ કર્યા કરવી જોઈએ. જો એ ટેવ છૂટી જાય તો શરીર અકડાઈ જાય અને પછી રિબાઈ રિબાઈને મરવું પડે. માટે શરીરથી આપણે જેટલા સ્વતંત્ર એટલા આપણે વધુ સ્વાધીન, એમ સમજવું. આ માટે સદાય કામ કરતા રહો. પંચેન્દ્રિય સુંદર અને સ્વસ્થ રાખો અને જીવનમાં સંયમ રાખો તો જીવન સુંદર બનશે. ધર્મી માણસ માટે આ વસ્તુ અનિવાર્ય છે.
ધર્મરત્નનાં અજવાળાં * ૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org