________________
શરીર આમ સુંદર હોય પણ એની સંગે એ સુઘટ્ટ-સારા બાંધાનું જોઈએ. જો શરીરનું બંધારણ સરસ ન હોય તો એ આરાધના બરાબર નહિ કરી શકે, તપ અને સેવા નહિ કરી શકે. એ જ તીર્થયાત્રા કરવા નીકળશે તોય એણે ડોળીવાળાને તકલીફ આપવી પડશે.
આ માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે “શરીર અને મનનું સ્વાથ્ય એ જ જીવન છે; મન અને દેહ-સ્વાથ્યની નિર્બળતા એ મૃત્યુ છે.” માટે આ શરીર પ્રત્યે આપણાથી બેકાળજી લેવી શકાય નહિ. જે આવી કાળજી નથી રાખતો તે પાછળથી પસ્તાય છે.
તપ, એ જિંદગીરૂપી યંત્રમાં તેલસિંચનનું કામ કરે છે; એ ઉપયોગી છે. આ પ્રમાણે ઉપવાસ પણ શરીર અને મનને નીરોગી રાખવામાં સાધનરૂપ બને છે. આજે તો હવે નેચરોપથીએ પણ બતાવી આપ્યું છે કે જીવનના અનેક રોગો મટાડવામાં આ ઉપવાસ સહાયરૂપ બને છે.
ધર્મની આવી સાધના માટે આસન-સ્થાન અડોલ રહેવું જરૂરી છે. આ શક્તિ જ્યારે આવે ત્યારે માણસ માયાનાં પ્રલોભનો સામે પણ રાવણની જેમ અડગ રહી શકે. આ રૂપકમાં એમ કહેવામાં આવે છે કે એની સાધના પરાકાષ્ઠાએ પહોંચતાં દેવોનાં વિમાનો પણ ચલિત થઈ જતાં, થંભી જતાં. એની સાધના પૂર્ણ થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થતી. આમ છતાં પણ એની એ સાધના, ભોગ માટેના ત્યાગની હતી. એની પાછળ કોઈ આધ્યાત્મિક દૃષ્ટિ ન હતી એટલે એ અધોગામી બન્યો. માટે શરીર સશક્ત હોય તેમ સામે મનને પણ સશક્ત કરવાનું છે, અને અંગની પૂર્ણતા સાથે મનની પૂર્ણતા પણ કેળવતા રહેવાનું છે.
- ઇન્દ્રિયો જો પૂર્ણ હોય તો આપણી પરાધીનતા ઓછી થઈ છે. માણસનાં અંગોપાંગ અખંડ ન હોય તો તેની હેરાનગતિને લીધે તે શાન્તિથી ધર્મ કરી શકતો નથી. જેનો શારીરિક બાંધો બરાબર હોય તે ધર્મની પ્રવૃત્તિઓ બરાબર કરી શકે છે.
બીજી એક વાત પણ ધમ થનારે યાદ રાખવાની છે અને તે એ કે આત્મા શરીરથી જુદો છે, એ વાત ખરી, પણ જ્યાં સુધી તે શરીરમાં વસે છે ત્યાં સુધી શરીર એની ગાડી છે, આત્મા એનો હાંકનાર છે. આ શરીર તારક પણ બની શકે છે અને મારક પણ બની શકે છે. દરેક સાધનમાં આમ લાભ અને નુકસાન બેઉ રહેલાં હોય છે.
નફો અને નુકસાન તો દરેક વસ્તુમાં હોય છે. માણસ જો એના શરીરને દુરાચારમાં વાપરી નાખે તો તે આત્માને ડુબાડી પણ દે અને સદુપયોગ કરે તો જીવન તરી જાય. આંખો વિશ્વનાં નિર્મળ દર્શન કરવા માટે આપણને મળી છે. નિસર્ગમાંથી સારાં સારાં દૃશ્યો જો આંખો જુએ તો એને સમ્યગુ દૃષ્ટિનો લાભ થાય.
૩૨ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org