________________
અને કદાચ તમે કોઈ અપેક્ષા રાખો તો એ તમારી ભૂલ છે. કારણ એની પાસે જે છે જ નહિ તે એ તમને આપશે ક્યાંથી ? આને બદલે એને સમજવા પ્રયાસ કરો, એના પ્રત્યે કરુણાની ભાવના રાખો.
માનવી આવી ક્ષુદ્ર અને નાની વાતમાં હેરાન થઈ રહ્યો છે. તમારી કોઈ ટીકા કરે છે ને તમે દુભાઈ જાઓ છો. પણ તે વખતે વિચારો કે તમે એવા છો ? જો એવા હો તો એનો આભાર માનો અને સુધરો; અને જો તમે એવા ન હો તો પછી તમારે ચિંતા કરવાની શી જરૂર છે ? એવી નકામી વાતો મનમાં ભરીને મનને તંગ શા માટે બનાવો છો ?
આ સમજવા માટે જીવનમાં ગંભીરતા જરૂરી છે. એ આવશે ત્યારે એની સાથે બે ગુણ જાગશે; સૂક્ષ્મ બુદ્ધિ અને ક્ષમા આપવાની શક્તિ.
એક માણસે એક વાર બાધા લીધી કે રોજ સાધુની સેવા કર્યા પછી જ ખાવું. દરરોજ એ કોઈ સાધુને શોધી લાવે, એની સેવા કરે અને પછી જમે. એક દિવસ એ આખા ગામમાં ફર્યો પણ જેની સેવા કરવી પડે એવો કોઈ સાધુ એને ન મળ્યો. તે દિવસ એને વાંઝિયો લાગ્યો, અને બબડવા લાગ્યો :
‘ભગવાન ! આજે મારી સેવા લેવા એકેય સાધુ માંદા ન પડ્યા ? મારી કેવી કમદશા ! હવે હું કોની સેવા કરું ?'
તમે જોશો કે એની પ્રતિજ્ઞા તો (માંદા) સાધુની સેવા માટેની હતી એ રીતે સારી હતી પણ એનામાં બુદ્ધિની સૂક્ષ્મતા ન હતી એટલે સેવાને માટે એણે સાધુની માંદગી ઇચ્છી. આવો માણસ બીજા પર ભલાઈને બદલે બૂરાઈ કરી બેસે છે. એટલે માણસમાં ગંભીરતા આવે ત્યારે સાથે સાથે આવી સૂક્ષ્મબુદ્ધિ આવવી જરૂરી છે. ધર્મનું આ મહત્ત્વનું પગથિયું છે.
તા. ૬-૭-૧૯૭૦
Jain Education International
૩૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org