________________
કોઈએ બરાબર આવકાર ન આપ્યો હોય તો માનવીનો મન-સ્વભાવ બગડી જાય છે. એના નાનકડા, ક્ષુદ્ર મનમાં ક્રોધની જ્વાળા ફેલાવા માંડે છે અને તરત જ ગમગીન બની જાય છે. પરિણામે, મનનું ક્ષેત્ર આમ સંકુચિત બનતાં એમાં સમાઈ શકતો નથી. આનંદને સમાવવા માટે તો મન અને હૃદયનું સ્થાન-પાત્ર વિશાળ જોઈએ.
આ માટે “વીસરી જાઓ અને ક્ષમા આપો' (Forget & Forgive) એ મંત્ર ખૂબ જ સહાયક બને છે. પણ આ ક્યારે બને ? જીવનમાં ખરી ઉદારતા હોય ત્યારે. પણ જેના મનમાં ગાંઠો બંધાઈને પડી હોય એના મનમાં આવા આનંદનો અવકાશ ક્યાંથી હોય ? ખરી રીતે જોશો તો દુનિયામાં ક્યાંય દુઃખ છે જ નહિ; મનુષ્ય જ એને ઊભું કરે છે અને જાતે દુ:ખી થાય છે. વધુ ખાવાના લોભથી માણસ પેટ બગાડે છે અને પછી દુઃખ અનુભવે છે. તેમ ગંભીરતાને કાઢી, ક્ષુદ્રતાને ભરીને એ દુ:ખ અનુભવે છે. માટે કહ્યું છે કે, મનમાં (જ્ઞાન) વધુ ભરો અને પેટમાં (અન્ન) ઓછું ભરો'. આમ સારા વિચારો અને કથાઓ મગજમાં ભરી રાખી હોય તો આપણે જ્યારે બોલીએ ત્યારે આપણી વાણીમાંથી સારા વિચારો અને સારી ઉપમાઓ જ બહાર આવશે.
આપણે એવા ઘણા માણસોને જોઈએ છીએ જે ભુલાઈ ગયેલી નકામી વાતોને યાદ કરી કરી પોતાની જાતને દુ:ખમાં મૂકે છે. ખરી રીતે તો માણસે એવી વાતો ઉપર ધૂળ નાખી દેવી જોઈએ. જે વસ્તુ આંખને રોચક નથી તેવી વાતો ઉપર કાળની ધૂળ નાખી, એને ભૂંસી નાખવી ઘટે. આમ જે માણસ કટુ અને ખરાબ વાતને ભૂલી શકે છે, તે જ ખરો ભાગ્યશાળી છે. જૂનો ઘા રૂઝાવાની તૈયારીમાં હોય અને એને ઉઘાડ્યા કરો તો એ ઘા ફરીથી તાજો થાય છે અને પછી કોઈ દવા એને માફક આવતી નથી. આવી જ રીતે, જીવનની ભૂલવા જેવી વાતોને ફરીફરીને સ્મરવાથી અંદરનો ઘા વધતો જાય છે. આવાં જાતે ઊભાં કરેલાં દુ:ખોથી છેવટે માણસ રીઢો બની જાય છે અને પરિણામે જ્ઞાનીઓનાં અમૃત જેવાં વચનો એના આત્માને કાંઈ જ અસર કરી શકતાં નથી. સાતાને ક્ષમા આપવી એ સુંદર ગુણ છે. તમે સૂતા હો અને કૂતરું આવી તમારું . ચાટી જાય તો તમે શું એનું મોં ચાટવા જશો ? કોઈ માણસ તમારી સાથે અસભ્યતા દાખવે ત્યારે એનો પ્રત્યુત્તર વાળવાને બદલે એને માફ કરો. તારે તો ત્યારે એમ જ સમજવું કે જેનામાં જેટલી બુદ્ધિ હોય એ પ્રમાણે એ વર્તે. એ વખતે તમારો ધર્મ શઠ પ્રત્યે શઠ થવાનો નથી, ખરાબની સામે ખરાબ થવાનો નથી, પણ આગ સામે પાણી થઈ, એને ઠારવાનો છે.
બિનઅક્કલવાળો માનવી હોય તો એની પાસેથી શી અપેક્ષા રાખી શકાય
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org