________________
છે. તેં તારા ક્રોધાગ્નિથી જગતને નહિ, તારા અંતરને ઉજ્જડ કર્યું છે. હવે તો શાંતિના વારિથી તેને હર્યુંભર્યું બનવા દે !''
સર્પની આંખોનો અગ્નિ ભગવાનને ન સળગાવી શક્યો; જ્યારે એમની કરુણામયી વાણીએ તો સર્પના અંતરને ઠારી દીધું અને સર્પ ભગવાન મહાવીરને નમી પડ્યો. એણે દંશમાંથી ઝેર કાઢી નાખ્યું.
પછી પોતે વિચારવા લાગ્યો ઃ મારું મોં હવે દુનિયાને દેખાડવા લાયક રહ્યું નથી. તેથી હવે હું રાફડામાં જ રહીશ... બહાર નીકળીશ જ નહિ. અને ત્યાં ને ત્યાં રહીને જ મારાં પોતાનાં પાપોનું બને એટલું વધુ ને વધુ પ્રાયશ્ચિત્ત કરીશ.
બસ, ત્યારથી ચંડકૌશિકે રાફડામાં જ રહેવા માંડ્યું... તે આહાર-ભક્ષણ માટે બહાર ન નીકળ્યો. આ વાત જાણીને ગોવાળિયાઓએ રાફડામાં દૂધ-ઘી રેડવા માંડ્યું, નાગપૂજા આદરી.
સાપનું હલનચલન બંધ થયું એટલે રાફડામાં કીડીઓ જામી. એ કીડીઓ ચંડકૌશિકના શરીરને ફોલી ખાવા માંડી, છતાં એણે ઊંહકાર ન કર્યો... પોતે કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત આ રીતે જ ભોગવી શકાશે એ ભાવનાને લીધે, એ પોતાની સાધનામાં અડોલ રહ્યો. એના મનમાં એક જ વાત હતી : બીજાને દુ:ખ આપવાનું કરેલું પાપ હું દુ:ખ સહીશ તો જ ધોવાશે.
બસ આ ભાવનાને જીવનધ્યેય બનાવીને એણે દુઃખ સહેવા માંડ્યું. પછી તો કીડીઓ એના દેહમાંથી આરપાર નીકળવા માંડી.
અને એક દિવસ સર્પનું મૃત્યુ થયું. એ સ્વર્ગે ગયો.
જીવ અને જગતના કલ્યાણ માટે જીવનારી વિભૂતિઓ આવી હોય છે ! એની નિર્ભયતા અને કરુણાએ દુનિયાના દુ:ખને પણ વિદાર્યાં, અને પાપીનાં પાપને પણ નિવાર્યાં. સંસારને શાંતિ અર્પી, અને પાપીને મોક્ષ મળ્યો.
ભગવાન મહાવીરની સાધના હજીયે આગળ ધપતી હતી...એ સાધનાની અડગતાની પ્રશંસા એક વાર ઇન્દ્રે પોતાની સભામાં કરી. એટલે સંગમ નામના એક દેવતાને ભગવાન મહાવીરની પરીક્ષા કરવાનું મન થયું. એના મનમાં એક વાતની ગાંઠ હતી કે માનવી એટલે નિર્બળતાનો અવતાર ! તો પછી મહાવીરની સાધના અણનમ શેની હોય ?
એણે મોહક સુંદરીનું રૂપ ધર્યું અને ધ્યાનસ્થ મહાવીરના ચિત્તને ચળાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે નિષ્ફળ ગયો.
પછી એણે અનેકવિધ ઉપદ્રવો શરૂ કર્યા અને છ મહિના સુધી અનેક પ્રકારની પીડાઓ આપી તોય ભગવાન મહાવીર તો અડગ રહ્યા.
Jain Education International
૨૦૬ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org