________________
સુવાસ પ્રગટ થવા માંડે છે, વધવા માંડે છે.
પણ આ ધર્મકથા કોને પીરસાય ? જેને એમાં રસ હોય તેને જ તે આપી શકાય. આત્માનો અર્થી હોય તેનામાં જ આ માટેની તમન્ના જાગે, અને એકવાર એનો રસ જાગ્યો કે પછી એ વસ્તુને છોડે નહિ, એના વિના ચાલે નહિ.
માણસને ઘણાં પ્રિયજનો અને સ્વજનો હોય છે, છતાં એનું મૃત્યુ થતાં સૌ સગાં-વહાલાં એને સ્મશાનભૂમિમાં મૂકી આવે છે અને ચિતા સળગાવતાંય પોતાનો હાથ દાઝી ન જાય એની કાળજી રાખે છે. માનવ-જીવનની આ નિર્દયતા તમે કદી વિચારી છે ?
- જેને માટે, જેના શરીર માટે માણસ આટલી કાળજી રાખતો એ જ સ્વજનના શરીરને પોતે જ ચિનગારી મૂકી જલાવી દે છે, અને ત્યાં જ એની સાથેનો સંબંધ પૂરો કરી, નાહી નાખે છે. આમ જે દેહ છેવટે તો આપણને છોડીને જવાનો છે, તેને માટે જિંદગીભર પાપ કરવાનાં ?
આપણી આ કાયા છે, તે અશુચિની ભરેલી છે, ગંધાઈ ઊઠે તેવી છે, તેથી તો તમે એની દુર્ગધ ઢાંકવા લાખો ફૂલોનો કચ્ચરઘાણ વાળી, એનું અત્તર કાઢી શરીરે લગાવો છો, દેહનો આટલો મોહ ! આટલી માયા !
માટે ભગવાને કહ્યું કે “તું માત્ર તારા આત્માને સમજ; એટલે તું જગત અને પરમાત્માને સમજી શકીશ.” જગતમાં વખોડવા લાયક કે વખાણવા લાયક કાંઈ જ નથી. વસ્તુ માત્ર પરિવર્તનશીલ છે. પ્રાજ્ઞ માણસનું તો કામ એ છે કે જોયા કરવું અને જાણવું. રૃત્વ નામાવનામ સવં મવરિત્તે છે એટલે કે આત્મા વસ્તુનો કર્તા નહિ, પણ દ્રષ્ટા, સાક્ષીરૂપ છે, આ વાત સમજાય તો જ ધર્મકથા સાંભળીને ધર્મના પથ પર સમજણપૂર્વક આગળ વધી શકય. તા. ૧-૭-૧૯૯૦
૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org