________________
૪૦. વૃદ્ધાનુગામી
1 , પણે જોયું કે ધર્મરૂપી રત્ન ( IL મેળવનાર વિશેષજ્ઞ હોય. સુજ્ઞ
માણસ વિશેષજ્ઞ ન બને ત્યાં સુધી સારાનરસાનો વિવેક નહિ કરી શકે; અને એ સારાનો સ્વીકાર કરી, ખરાબનો ત્યાગ પણ નહિ કરી શકે. વિશેષજ્ઞ હોય તો ગોળ
અને ખોળ; તથા સાચા અને ખોટા વચ્ચે હું વિવેક કરી શકશે. તમે વિશેષજ્ઞ હો તો આ વિવેક આવે. આને માટે બુદ્ધિને કસવાની જરૂર છે. આંધળિયાં કરી દોટ મૂકવાનો કશો અર્થ નથી.
કોઈ પણ વાતને સાંભળ્યા પછી * પ્રજ્ઞાથી વિચાર; આલોચના કરી. દરેક છે વાતનું શ્રવણ, મનન, નિદિધ્યાસન રાખો.
આવો આત્મા વિશેષજ્ઞ હોય. એવો માણસ દુનિયાના વિશિષ્ટ તત્ત્વને ગમે ત્યાંથી શોધી કાઢશે. સારું હશે તે લઈને અંતરમાં ભરશે. કચરા ભેગી પડેલી આની ફેંકી દેવાની નથી
હોતી; આમ, ખરાબની વચ્ચે પડેલું પણ બ સારું હોય તો લઈ લ્યો.
જ્યારે આ પ્રજ્ઞા, વિશેષજ્ઞતા આવશે
ધર્મરત્નનાં અજવાળાં - ૧૭૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org