________________
ત્યારે સારા-ખોટાનો વિવેક સરળ બનશે. જૂનું હોય છતાં ખોટું હોય તો એનો ત્યાગ કરો. સારું, પછી એ પ્રાચીન હોય કે અર્વાચીન પણ ગ્રહણ કરો. જે અવિચ્છિન્ન છે તેનો સ્વીકાર કરો.
વૃદ્ધાનુગ હવે પછીનો સગુણ છે. તે વિશેષજ્ઞ હોય; તે વૃદ્ધોનો અનુગામી બને. તમને દોરનાર અને પ્રેરણા આપનાર કોણ છે ? વૃદ્ધો. જેણે માર્ગ જોયો છે અને તેની ઉપર ચાલેલ છે, એ બીજાને માર્ગ બતાવી શકે. એમનું અનુકરણ કરો તો એમનું ઠરેલપણું, અનુભવ મળે અને માણસ ઠોકરમાંથી બચી શકે. એ માર્ગના એ જાણકાર હોય છે તેથી, માર્ગમાં આવતા ભય આપણને એ બતાવી શકે છે. ખાડા-ખીણમાંથી જે પસાર થયેલો હોય તે રસ્તાનો ભોમિયો થઈ બીજાને માર્ગ બતાવી શકે છે.
કેટલાક લોકો કહે છે કે વૃદ્ધનો અનુભવ અમને નથી જોઈતો; અમારે તો જાતે અનુભવ કરવો છે. પણ ઝેર અને અફીણના કાંઈ અનુભવ અને અખતરા હોય ? એના અખતરા કરનાર ઠોકર ખાય છે અને એમાં પોતે પણ પૂરા થઈ જાય છે. એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે “મહાનનો પેન
સ ન્યા: !' મહાજન એટલે જેનામાં મહત્તા છે, જે વિશિષ્ટ તત્ત્વવાળા છે, એવાને પગલે ચાલીએ તો એ આપણને ખાડા-ટેકરામાંથી બચાવે.
આ વૃદ્ધ એટલે ધોળા વાળવાળો, દાંત વગરનો નહિ. આ વૃદ્ધત્વને દેહ સાથે સંબંધ નથી, ઉંમર સાથે સંબંધ નથી.
એક રાજાની સભામાં એક શેઠ આવ્યો. રાજાએ એને પૂછ્યું કે તમને કેટલાં વરસ થયાં છે ? તમારે દીકરા કેટલા છે ? તમારી સંપત્તિ કેટલી છે ? શેઠે કહ્યું કે મારી ઉંમર દસ વર્ષની છે; દીકરા કેટલા છે એની મને ખબર નથી; સંપત્તિ ચાલીસેક હજારની છે. લોકો એને જાણતા હતા તેથી એની આ ત્રણે વાતોથી રાજસભાને આશ્ચર્ય થયું. કૌતુક થયું. રાજાએ સ્પષ્ટતા કરવાની આજ્ઞા કરી.
શેઠે જે વર્ષોની વાત કરી એ જુદા અર્થની હતી. એટલે જ્યારે વાવણી શરૂ થઈ, ખેતી શરૂ કરી, જ્યારથી ઇન્દ્રિયોને જીતવાની શરૂઆત કરી, આત્મબુદ્ધિ જાગી, તે કાળથી વર્ષની શરૂઆત કરી, બાકી તો જીવનનાં જે વર્ષો આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહમાં ગયાં તેને કોણ ગણે છે ? જ્યારથી માણસના જીવનમાં ધર્મબીજ વવાય, ઊગે, ધર્મને એ સમજે, ચિંતન, મનન, ત્યાગ અને સંયમ કેળવે ત્યારે એ ધર્મમાર્ગે વળ્યો ગણાય. પછી આવો ધર્મી માણસ, આહારની ચર્ચામાં કે રસની આસક્તિમાં સમય ન ગાળે. ઊંઘને ચિતનથી જીતે, ભયને સમયે અભય રહે; કામ જાગે ત્યારે વિચારે કે શું હું
૧૭૨ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org