________________
Jain Education International
૫૮. યોગપ્રાપ્તિ માટે
જે આપણે ‘યોગ'ના મહિમા વિષે
વિચારીએ. યોગ શું છે ને શું કરે
છે એ વસ્તુ સમજીએ. યોગની તાકાત કેટલી છે ! અગ્નિ જેમ કચરાને બાળી નાખે છે એમ, અંતરમાં રહેલ કર્મના કચરાને યોગ બાળી નાખે છે. મનમાં સંગ્રહાયેલા કષાયોના ગંજને એ રાખ કરી નાખે છે. યોગની તાકાત વાસનાને બાળી ભસ્મ કરવાની છે. બાળવામાં પણ ચોક્કસ વસ્તુને બાળે છે જે રીતે તેજાબ સોનાની અંદર રહેલા કચરાને બાળે છે, સોનાને નથી બાળતો, સોનાને તો એ વિશુદ્ધ બનાવે છે, તે રીતે યોગ કચરાને-કષાયોને બાળે છે અને આત્માને તેજોમય બનાવે છે.
ભગવાનનાં દર્શનનો આનંદયોગ
આ શબ્દો બરાબર સમજો. દર્શન થાય તો આનંદ થાય; પણ દર્શન પામવા મન, વચન અને કાયાના સમાધિમય યોગની
આવશ્યકતા છે.
શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે, દર્શનના અમૃતનો પ્યાલો મળે તો
ચાર સાધન ૨૬૧
—
For Private & Personal Use Only
—
www.jainelibrary.org