________________
કેનેડી હંમેશાં કહેતા હતા કે હું નમ્ર છું, પરંતુ સત્યની લડત માટે તો હું અડોલ અને અફર છું. એમની પાસે વિદ્યા હતી, સત્તા હતી, સાથોસાથ માનવતા પણ હતી. એમણે આખી દુનિયા ઉપર અદ્વિતીય અસર ઊભી કરી હતી. આમ દેશનું ભલું કરવા જતાં આજે એ ખપી ગયા. એ ગયા પણ માનવતાનો અમર પમરાટ પાછળ મૂકતા ગયા !
આજે સંશોધન અને શોધખોળમાં જગત ઘણું આગળ વધી ગયું છે. પણ માનવી સવિચારોમાં કેટલો આગળ વધ્યો છે ? દશ વર્ષ પૂર્વે એ જ્યાં હતો, ત્યાંથી એ પાછળ છે; આગળ નહીં. એટલા જ માટે કહેવા દો કે આજનો માનવી સારા માણસોને જગતમાં રહેવા દેવા માગતો નથી.
વિચારોમાં જ્યાં સુધી પશુતા છે ત્યાં સુધી તમે યાદ રાખજો, કે દુનિયાના સંશોધકોએ મહેનત કરી સર્જેલું કાર્ય, એક ગાંડો માનવી એક ક્ષણમાં ધૂળ ભેગું કરી નાખશે. આજે દુનિયામાં સારા માણસને પેદા કરવા કરતાં, તેવા માણસને ખોઈ નાખવા રમત રૂપ બની ગયું છે.
ભણીને અશાંતિ ઊભી કરવી, કલહ ઊભો કરવો એ વિઘા નથી. શ્રી ઝીણા જેવા કેટલાક બૅરિસ્ટરો બુદ્ધિના ખાં હતા, પણ તેણે હિંદના બે ભાગ કર્યા. આમ એ જ બુદ્ધિ માનવજાતને અભિશાપ રૂપ બની ગઈ, અને એક ભૂમિનાં સંતાનો બે ભાગમાં વહેંચાઈને આજે લડી રહ્યાં છે !
વિદ્યાવાળો આત્મા નમ્ર હોય, ગુણવાન હોય. તેને થાય કે મને વિદ્યા મળી તો તેના પ્રકાશ વડે હું મારો રસ્તો કેમ શોધી લઉં ! આ પ્રકાશના પુંજથી, લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ કેમ દોરું ? નાનકડું કિરણ બની મારું જીવન ધન્ય કેમ બનાવું ?
જ્યાં સુધી સૌ સારા નહીં થાય, ત્યાં સુધી જગત સારું નહીં થાય. જ્યાં સુધી આપણી ભાવનાઓ-વૃત્તિઓ-ઇચ્છાઓ ખરાબ હશે, ત્યાં સુધી સારાને જીવવા દેવાનું આપણને નહીં ગમે.
વિઘાની પ્રાપ્તિ પાછળ સુકૃતની ભાવના હોય, તો આપોઆપ અધ્યાત્મની ભાવના જીવનમાં આવતી જાય. મારામાં આવી ભાવના છે. હું આમ ઇચ્છું છું, આમ જીવવા માગું છું, એ રીતની પ્રાર્થના અને કામના કરો. જ્યાં સુધી આવા ઉચ્ચ કોટિના સંવિચાર જીવનમાં ન આવે ત્યાં સુધી પથ્થર ઉપર પાણી જ સમજજો.
એક મોટું બિલ્ડિંગ હોય; એમાં તમે બાજુ બાજુમાં રહેતા હો. તમે શાકાહારી ભોજન કરો, પેલો પાડોશી માંસાહારી હોય તો ગાળો દીધે કંઈ નહિ વળે. તે માટે તમારે તેનામાં સારો વિચારપ્રવાહ રેડવો પડશે, પ્રેમથી સમજાવવો
૨૨૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org