________________
Jain Education International
*→****
કૃતિ-સૌમ્યત્વ એ સમભાવનું સોપાન
આ છે. એ ગુણવાળાનો સ્વભાવ જ એવો
હોય કે એને જોતાં શાન્તિ અને આનંદ પ્રસરે દુનિયામાં પ્રકૃતિસૌમ્ય થવું અને નિ:સ્વાર્થી બનવું એ જ ખરી મહાનતા છે. આપણા સ્વભાવમાં કોમળતા આણવી જરૂરી છે. એથી માણસ પોતાની ભાષા અને પ્રકૃતિ ઉપર કાબૂ મેળવી શકે છે. એવાના જીવનમાં પછી સૌમ્યતા એવી સ્વાભાવિક થઈ જાય કે ઉગ્ર થયેલા માનવીને પણ એ ઠંડો બનાવી દે. ક્ષણભર ઉગ્ર બનેલો માનવી પ્રકૃતિસૌમ્યને જોતાં, ફરીથી સૌમ્ય બની જાય છે.
ક્ષમા આપનાર માણસ હંમેશાં ઉદાર અને વિશાળ હૃદયનો હોય છે. એટલે જ જ્યારે સંગમ, ભગવાનના ચરણોમાં આવીને પડ્યો ત્યારે ભગવાને કરુણાનાં બે આંસુ ટપકાવી એને ક્ષમા આપી.
૯. પ્રકૃતિસૌમ્યતા
માનવી જ્યારે બીજાનું દુઃખ સહાનુભૂતિ દ્વારા જાતે અનુભવતો થાય છે ત્યારે જ એ સ્વાર્થનો ત્યાગ કરી શકે છે;
૩૪ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org