________________
માણસ ઊંઘી જાય છે પણ એ ન ચૂકે. ચેતનવંત માણસને, આ જડ એલાર્મ ઊંઘમાંથી જગાડે છે ! આવી રીતે, પર્વ પણ એલાર્મની જેમ, માણસને યાદ અપાવે છે કે તારો ધર્મ શો છે ?
માણસ જો પોતાનો ધર્મ સમજે, તો એ મિત્ર છે; ન સમજે તો એ દુશ્મન છે; વહેમનો પડછાયો છે.
એક ધર્મશાળામાં બે માણસ સાથે રાતવાસો રહ્યા, બંને બાજુબાજુમાં ગાદલાં નાખીને સૂતા, બંનેના ખિસ્સામાં પૈસા છે. એકને થાય છે. : ‘આ કડકો છે.’ બીજાને થાય છે ‘પેલો કડકો છે.' એ તો સર્વ સામાન્ય છે કે જેની પાસે ધન હોય, તે સામાને નિર્ધન પણ માને ને કદીક ચોર પણ માને. બંને સાથે સૂતા પણ અવિશ્વાસને લીધે એકેયને ઊંઘ ન આવી. સવાર પડી. કોકે પૂછ્યું ત્યારે એમણે કહ્યું : ‘અમે બંને સાથે રહ્યા, સાથે ઊંઘ્યા,' તત્ત્વચિંતક તો પૂછશે કે સાથે ઊંઘ્યા કે સાથે જાગ્યા ? સાથે સાથે રહ્યા કે દૂર દૂર રહ્યા ? એમની વચ્ચે તો અવિશ્વાસની તોતિંગ દીવાલ હતી; ત્યાં સાથે ક્યાં રહ્યા ?
આજે માણસની સ્થિતિ આ છે. ઉપરથી એ માણસ છે, પણ અંદર તો અનાદિકાળથી ચાલી આવતી પશુતા જ હજુ એનામાં બેઠી છે. ક્રોધ કરે છે, ત્યારે માણસ કેવો દેખાય છે ? લાલ લાલ ડોળા કાઢતો, આવેશના ફૂંફાડા મારતો અને વાણીમાંથી વિષ વર્ષાવતો માણસ સર્પના સંસ્કાર નથી સૂચવતો ? આ વળગેલી પશુતાને માણસે ટાળવાની છે અને તે માટે પોતાનો ધર્મ વિચારવાનો છે.
પોતાના સ્વરૂપના વિચાર વિના, સ્વત્વ આવે તેમ નથી, અને પરત્વ ટળે તેમ નથી. વિચાર કરતાં, સ્વધર્મ સમજાય. માણસનો ધર્મ શો ? પહેલો નિયમ તે મૈત્રી, અગર નિઃસ્વાર્થ પ્રેમ. માણસમાં અને પશુમાં અહીં ભેદ તરત જણાઈ આવે. ઉત્તમ માણસ નિ:સ્વાર્થ પ્રેમ કરી શકે છે, પશુ તે નહિ કરી શકે. કૂતરું માલિકને ચાહે છે. માલિક આવે ત્યારે નાચે, કૂદે, પેટ બતાવે, પગ ચાટે, કારણ કે માલિક તેને રોટલો આપે છે. પણ તે જ કૂતરું બીજા અજાણ્યા માણસને જોઈ ભસવાનું. જ્યારે માણસ નિ:સ્વાર્થ ભાવે, પ્રેમને માટે જ પ્રેમ કરે છે. તમારે મુંબઈથી બેંગ્લોર જવાનું હોય, તમારી પાસે ભાતું હોય, ભૂખ લાગે ત્યારે સુખડીનો ડબો ખોલી ખાવા બેસો ત્યારે પાટિયા પર જે સહપ્રવાસીઓ હોય તેને આમંત્રણ આપીને, ધરીને કહો છો ને કે ભાઈ, કંઈક લેશો ? આમ બોલવા, પાછળ તમારો માનવપ્રેમ છુપાયેલો છે. પ્રેમ તો હાથ લંબાવે છે. પોતાના માટે બનાવેલી સુખડી બીજાને ધરવાની એ ઉદારતા બતાવે છે. આપ્યા વિના ખાય તો માણસનું દિલ ડંખે. આમ પ્રેમ-મૈત્રી આગળ વધતાં,
Jain Education International
૨૫૦ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org