________________
થઈને પોતાનો વિચાર કરે, તો એને ખ્યાલ આવે કે પોતાનો ધર્મ શો છે ?
તમે કુદરતમાં જોશો તો જણાશે કે દરેક ચેતન વસ્તુને કે જડ વસ્તુને, પોતાનો ધર્મ છે; પોતાનો સ્વભાવ છે. અગ્નિ ઉષ્મા આપે છે. ફૂલ સુગંધ આપે છે. શેરડી મીઠો રસ આપે છે. ધૂપ વાતાવરણ સ્વસ્થ કરે છે. આમ પ્રકૃતિ પોતાનો ધર્મ બજાવે છે. વિષમ અને વિકટ પરિસ્થિતિમાં પણ એ પોતાનો ધર્મ નહી છોડે ! ચંદનને બાળો તો પણ સુવાસ જ આપે છે ને ? શેરડીને કોલુમાં પીસો તોય મીઠો રસ જ આપે છે ને ? એ પોતાના સુંદર સ્વભાવને કેવાં અનુરૂપ હોય છે ? પોતાનો ધર્મ છોડવો, એટલે તો પોતાના અસ્તિત્વને ગુમાવવું.
આજે માનવ પોતાનો આ ધર્મ ભૂલી ગયો છે. એક કવિએ આજના માનવતા-ભૂલેલા માનવ માટે ઠીક જ લખ્યું છે :
ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે, દીપક બળીને બીજાને ઉજાસ આપે છે; ફકત છે માનવી એવો – આ આખી દુનિયામાં;
જે પોતે જીવવા, બીજાને ત્રાસ આપે છે.” માનવ પોતે મહાન છે, પણ એ પોતાને જ્યારે ભૂલી જાય છે ત્યારે યુદ્ધ, કલહ, કંકાસ અને કજિયા કરી, જીવનને એક યાતના બનાવી મૂકે છે. આવા માનવીને એની મૂળ યાદ તાજી કરાવવા, મહાપુરુષોએ તહેવાર અને પર્વ નક્કી કર્યા છે. જેમકે, આજે દશેરા છે. લોકો રામ-રાવણની કથા આજે યાદ કરવાના. સીતાના સતની કથા સંભારી, પ્રેરણા મેળવવાનાં. સત્ય દ્વારા થયેલા રામના વિજયની ગૌરવગાથા સંભારી, સત્યના અને શિયળના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લેવાના. નવપદના આ દિવસોમાં, શ્રીપાલચરિત્ર માણસને સજ્જન અને દુર્જનનો ભેદ બતાવે છે. ધવળશેઠની દુર્જનતા પર શ્રીપાલની સજ્જનતાનો અપૂર્વ વિજય થયો, તે પ્રાગું ઐતિહાસિક પ્રસંગ યાદ કરાવી, માણસને એ સજ્જનતાના માર્ગે દોરે છે. પર્વ એ માણસને જગાડનાર એક એલાર્મ છે.
ઘણા કહે છે : પ્રકૃતિ તો જડ છે. તમે જડની ઉપમા કેમ આપો છો ? પણ પ્રકૃતિમાં કેવી વ્યવસ્થા અને કરામત છે, તે વિચાર્યું છે ? સૂર્ય કેવો નિયમિત ઊગે છે ? એ કાંઈ તમારી પ્રાર્થનાની પ્રતીક્ષા નથી કરતો. સમય થતાં એ આકાશમાં દેખાયો જ હોય, સાગરમાં ભરતી અને ઓટ પણ કેવાં નિયમિત આવે છે ! અરે, આ ઘડિયાળ પણ કેવું સમયસર એલાર્મ વગાડે છે.
ચાર સાધન એ ૨૪૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org