________________
Jain Education International
શાંતિનગર જેકબ સર્કલ પર વસતાં ભાઈબહેનોએ, દશેરાના તા. ૨૯-૯-૬૩ના દિવસે પૂજ્ય મુનિશ્રી ચન્દ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજનું એક પ્રવચન ‘માનવધર્મ'' પર ગોઠવ્યું હતું. એ વિશાળ મંડપમાં હજારોની માનવમેદની સમક્ષ આપેલ પ્રવચનની પ્રેરણાથી ઘણાય મહારાષ્ટ્રિયન ભાઈ-બહેનોએ દારૂ, માંસની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રવચનનો સાર અહીં રજૂ કરીએ છીએ.
૫૬. માનવધર્મ
દુ
નિયામાં ધર્મો ઘણા છે પણ માનવધર્મ એક છે. જૈન હો કે બૌદ્ધ હો, હિન્દુ હો કે મુસલમાન હો, શીખ હો કે ખ્રિસ્તી હો, પણ હકીકતમાં સૌ માનવ છે. માનવ એ મુખ્ય નામ છે; બાકી બધાં અહીં વિશેષણ છે. આજે વિશેષણો એટલાં મહત્ત્વનાં બની ગયાં છે, કે મૂળ નામ ગૌણ બન્યું છે, અરે ! ભુલાતું જાય છે. માનવ, એ બધાં વિશેષણોથી મુક્ત
૨૪૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org