________________
પારકી સેવા લેવામાં મસ્ત છે. ઓછાં કષ્ટે એ વધુ ધર્મ કરવા તત્પર બન્યો છે. ‘મેં તો ઘણી પૂજા કરી છે અને ઘણો ધર્મ કર્યો છે' કહીને, માણસ આજે સ્વકાર્ય કરતો બંધ થયો છે.
માણસ પોતાની જવાબદારી બીજા ઉપર લાદી મુક્ત થવા ઇચ્છે છે. પોતાનું કામ બીજા ઉપર નાખી નીકળી જવું, એ આજના સમાજમાં એક વ્યાપક બનતો માનસિક રોગ છે.
પણ જ્યાં સુધી માણસ વિશ્લેષણ કરતો નથી ત્યાં સુધી વિજ્ઞાન એને હાથ આવતું નથી. અણુનું વિશ્લેષણ થયું તો નવી શક્તિ મળી. આજે હવે, એ જ પ્રમાણે આપણાં ધર્મ અને કર્મનું વિશ્લેષણ કરવાની જરૂર છે.
આ જગતમાં બીજાનું ઋણ ઓછું લો. બધાં વ્યાજ કરતાં કર્મરાજનું વ્યાજ બહુ જબરું છે. આથી ડાહ્યા માણસો, વહેલામાં વહેલી તકે ઋણમુક્ત થવાનો પ્રયાસ કરે છે. એનાથી નવી દષ્ટિ મળે છે. મફત કોઈનું નથી લેવું, એ દૃષ્ટિ આપણે રાખવી જોઈએ. યાદ રાખજો કે કોઈની પાસેથી પડાવીને લીધું હશે તો એ ક્યારેક પણ તમારા હાથમાંથી પડી જ જવાનું છે.
ધર્મ વિજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની દૃષ્ટિમાં ફેર આવે છે. એ જાણે છે કે લીધું હશે તો વ્યાજ સહિત પાછું આપ્યા વગર છૂટકો નથી. આંકડા ગણવાનું યંત્ર જડ છે, પણ આંકડા ગણવામાં ભૂલ નથી કરતું; જ્યારે માણસ ભૂલ કરી નાખે છે. કર્મ પણ આવું જડ છે છતાં એ ગણતરીમાં કોઈ દિવસ ભૂલ નથી કરતું; યોગ્ય પરિણામ એ આપે જ છે. જડની પદ્ધતિમાં આવી વ્યવસ્થાભરી ચોકસાઈ છે.
માણસ પાસે ધન આવે છે ત્યારે જાણે કે એનાથી આઘો ચાલ્યો જાય છે. પણ ધર્મ તો અંતરનું સાચું ધન છે. એ નહિ હોય તો આત્મા દીન બની જશે. જગતનાં કંચન, કાયા, કુટુંબ અને કાંતા ધર્મને ભુલાવી દે છે.
સોનું વધતું જાય છે તેમ તેમ એને વધા૨વાની ભાવના વધે છે; કાયાની તેવડમાં માણસ એનો સમય વેડફી નાખે છે; પોતે સો સગાંનો, વિશાળ સમુદાયનો સગો થાય એ એને ગમે છે; પણ પોતે જન્મકાળે એકલો આવ્યો છે ને મૃત્યુકાળે એકલો જવાનો છે એ વાત જ ભૂલી જાય છે.
માણસને જીવનમાં સૂવા માટે એક ખૂણો, ખાવા માટે મૂઠી અન્ન અને ૫હે૨વા માટે બે જોડી કપડાંની જરૂર છે. આમ છતાં માણસ આજે કપડાં અને અલંકારોની પાછળ કેવો ગાંડો બન્યો છે !
સદ્ગુણી માણસના મનની અંદર આવાં પ્રલોભનો અને માનવતા વચ્ચે યુદ્ધ ચાલે છે; પણ ત્યારે એ પ્રલોભનો ઉપર વિજય મેળવી જીવનને આગળ વહાવે છે. એટલે આવો પહિતનિરત: માણસ, આસપાસનાં બધાંનો વિચાર કરે, તેને સુધારે અને સમાજને આગળ લાવવામાં સહાયક થાય.
તા. ૩-૯-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org