________________
પ્રત્યે સમભાવ જાગે છે ખરો ? માટે બાહ્ય રૂપ, રંગ, અને દેહના આકારને જોવાનું છોડી, અંદર રહેલા અદ્દભુત આત્માને જોતાં શીખો.
માટે નરનારીના રૂપની પાછળ રહેલા આત્માનું દર્શન કરો. બાકી તો કવિએ ગાયું છે તેમ--
નર નારીના રૂપમાં હાડ, ચામ ને માંસ,
શું એને સુંદર કહો, જેમાં દુર્ગધ ખાસ.” આવી કાયાની માયા શી ? એકસ-રેના ફોટામાં જેમ બાહ્ય કપડાં વગેરે નહિ, પણ અંદરના ભાગનું પ્રતિબિમ્બ ઝીલાય છે તેમ આપણે પણ દેહની પાછળ રહેલા પરમ તત્ત્વને જોવાનું છે. એ નહિ થાય ત્યાં સુધી આપણો આરો નથી. માટે વિશ્વમાં ફરો ત્યારે પેલી ચમારદૃષ્ટિ ન રાખો, પણ સંતદષ્ટિ રાખો, કેળવો.
જનક રાજા સમજી ગયા કે આ છોકરો ખરો જ્ઞાન-વૃદ્ધ છે. એનાં અંગો વાંકાં છે, ઉંમર નાની છે પણ એનામાં જ્ઞાન કેવું સુંદર છે ! જનકે એમને પેલો પ્રશ્ન પૂછ્યો કે તત્ સત્યમ્ વ તત્ સત્યમ્ ? બેમાંથી સાચું શું ? આવા પ્રશ્નોનો જવાબ આપવાનું જ્ઞાન, સંસ્કૃત કે પ્રાકૃતના ચોપડા ભયે નથી આવતું. એ તો જેના અંતરની દાબડી ખૂલી જાય, તેનામાંથી ખજાનો મળે, સુવાસ લાધે, માટે કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રો બરાબર સમજો. શાસ્ત્રો તો નિસરણી છે. અમુક કક્ષા સુધી એ પહોંચાડે, પણ ઉપર ચડવાનું કામ તો અનુભવ અને અભ્યાસની સાધનાથી જાતે કરવાનું છે.
અષ્ટાવક્ર આવા સમૃદ્ધ હતા. એણે અધ્ધર પ્રશ્ન સાંભળ્યો છતાં એની પાછળનો અર્થ એ સમજી ગયા. એમણે જવાબ આપ્યો કે “તપ અસત્યમ્ સત્યમ્' આ પણ ખોટું છે અને તે સ્વપ્ન પણ ખોટું છે. આ આંખ બંધ થાય તો ખોટું, અને પેલું આંખ ખૂલી જાય તો ખોટું; બંને સ્વપ્ન જેવા છે; અસાર છે.
પણ આજે આપણને આ જ્ઞાન સમજાતું નથી. આજે તો અહીંની વસ્તુને વળગીને બેઠા છીએ. સ્વપ્નમાં સગું મરી જાય છે તોય ભડકો છો; અને જાગ્રતિમાં સાચે જ સગું મરી જાય છે ત્યારેય રડો છો. જ્ઞાનદશાથી સમજો તો આ જીવન પણ એક સ્વપ્ન જ છે. સ્વપ્નમાંથી જાગતાં એ જેમ ખોટું લાગે છે તેમ આત્મજાગૃતિ આવશે તો બેઉ સરખાં અસત્ય લાગશે.
આમ વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ. જેની પાસે જ્ઞાનદૃષ્ટિ હોય, જેની પાસે તપનું ધન અને જેની પાસે ચારિત્રની સમૃદ્ધિ હોય તે વૃદ્ધ કહેવાય. અને તેને આપણે અનુસરવાનું છે. તા. ૧૪-૮-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org