________________
Jain Education International
>>>L<+
૪૧. અનુભવની એરણ
વૃ
દ્ધોને અનુસરીએ તો વિપત્તિમાંથી ઊગરી જઈએ. પણ વૃદ્ધોને અનુસરતાં પહેલાં, વૃદ્ધ કોણ એ સમજીએ. વર્ષો કાઢ્યાં તેથી જ્ઞાન આવ્યું છે એમ નહિ. એટલા માટે બર્નાર્ડ શોએ કહેલું કે વર્ષો સાથે જ્ઞાનનો સંબંધ હોય, તો લંડનના પથરા વધુ જ્ઞાની ગણાવા જોઈએ. પણ વૃદ્ધનો એ અર્થ નથી.
વૃદ્ધ એટલે ? શાસ્ત્રમાં એના ચાર પ્રકાર છે. જ્ઞાન-વૃદ્ધ, તપોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, વયોવૃદ્ધ. ઘરડો અથવા તો યુવાન, પણ જેનામાંથી જ્ઞાનની ધારા વહે છે તે જ્ઞાનવૃદ્ધ. તપ કે તિતિક્ષા વડે સુંદર જીવન ગાળે તે તપોવૃદ્ધ. તેનો પ્રભાવ આખા સમાજ પર પડે; એ સમાજમાં આવીને બેસે તો સૌનું ધ્યાન જાય, સૌને માન થાય અને શાન્તિનું વાતાવરણ પ્રસરે . ચારિત્રવૃદ્ધઃ આરાધના, નિષ્કંલક જીવન, સેવામાં તરબોળ, બીજાનું દુઃખ જોઈ એની આંખમાં સમવેદનાનાં આંસુ આવે; પાપ જોઈ એ વ્યથા પામે. પુણ્ય પનોતા ચારિત્રી દીપે,
૧૭૬ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org