________________
Jain Education International
+++++&***
\?+++8
૩૧. ગુણાનુરાગ
આ વિચાર કરવાના છીએ. આ ગુણ
સદ્ગુણનો આપણે
પણ
એટલે ગુણાનુરાગીપણું. આ દુનિયામાં, કાગની દૃષ્ટિ તો સૌને વરેલી હોય છે, હંસષ્ટિ આવવી મુશ્કેલ છે. બીજાના દોષ જોવાનું કામ આપણે અનાદિ અનંત કાળથી કરતા આવ્યા છીએ. એ આપણે માટે સરળ બની ગયું છે. આને પરિણામે, સંસારમાંથી આજ સુધી આપણે માત્ર દોષ જોયા કર્યા છે; ગુણ નથી તારવ્યા.
જેમ ગળણીમાંથી ઘી ગળાઈ જાય અને કચરો ગળણીમાં રહી જાય છે. તેમ સંસારને જોવાની આપણી દૃષ્ટિ દોષવાળી હોય તો એ ગળણીમાંથી સારા ગુણો ગળાઈને ચાલ્યા જશે અને માત્ર દુર્ગુણો જ આપણા ભાગ્યમાં રહેવાના.
ગુણાનુરાગી માણસ ગુણવંતનું બહુમાન કરે. એ પોતાના કરતાં બીજામાં વિશિષ્ટ તત્ત્વ જોવા મથે છે, એની પ્રશંસા કરે છે. જેમ ઝવેરી ગમે તેટલાં મોતી અને
૧૩૬ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org