________________
આપણે આજે ક૨વાનો છે. આપણે ખૂબ શાંતિથી વિચાર કરીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આજે માનવી ક્યાં, માનવીનું સ્થાન શું, અને માનવીનાં સાચાં મૂલ્ય શાં હોઈ શકે અને અત્યારે શાં છે ?
આજે વિજ્ઞાન એક બાજુ છે, જ્ઞાન બીજી બાજુ છે. વિજ્ઞાન અને જ્ઞાનની વચ્ચે માનવી બેઠો છે. વિજ્ઞાન ભૌતિકવાદનો આવિષ્કાર કરી રહ્યું છે; જ્ઞાન આત્મવાદનો આવિષ્કાર કરી રહ્યું છે. એ બન્નેમાંથી માનવીએ પોતાને કઈ બાજુ જવું છે તે પસંદ ક૨વાનું છે.
સામાન્ય રીતે પ્રવાહી પદાર્થનો એક નિયમ છે કે એ ઢાળ બાજુ જ વહી જતું હોય છે ! વિજ્ઞાનના આવિષ્કારોએ, વિજ્ઞાનનાં પ્રલોભનોએ અને વિજ્ઞાને આપેલી વિવિધ આકર્ષક સિદ્ધિઓએ માણસને એટલો તો ખેંચ્યો છે કે જ્યારે એની આગળ આત્મજ્ઞાનની વાત કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને તે નિરસ લાગે છે; લાંબા ગાળાની યોજના લાગે છે; કારણ કે જ્ઞાનનો માર્ગ ચઢાણનો છે, અને વિજ્ઞાનનો માર્ગ ઉપભોગનો છે, ઢાળનો છે.
એટલે થયું શું ? વિજ્ઞાનના પદાર્થો, એની શોધ અને એનાં સાધનો આપણને વિપુલતામાં મળવા લાગ્યાં. આથી આપણે એમ સમજવા લાગ્યા કે આપણે આપણા બાપદાદા કરતાં આગળ છીએ, સુખી છીએ. વળી આપણે આપણા વડવાઓ પર દયા પણ ખાતા થઈ ગયા કે એમણે બિચારાઓએ જગત કંઈ જોયું નહિ ! એમના એમ ચાલ્યા ગયા ! એ લોકો ચૂલો ફૂંકી ફૂંકીને હેરાન થઈ ગયા. આપણો જમાનો કેવો કે સ્વીચ દાબીએ અને રસોડું ચાલુ થાય ! કેટલી સરસ સગવડ !
એ લોકો બાપડા પાણી માટે કૂવે જઈ, તળાવે જઈ, પાણી માથે ઉપાડી લાવતાં. હવે તો પાણીની ચકલી ફેરવો એટલે પાણી જ પાણી ! હવે કૂવે અને તળાવે તો મરવા કે ત૨વા સારુ જ માણસ જાય. અરે, એ જમાનો કેવો હતો ? વાસીદું વાળી વાળીને, ગાર કરી કરીને, લીંપણ કરી કરીને એ ડોસા-ડોસીઓ થાકી જતાં. આજ તો કેવી ચકચકાટ લાદીઓ છે ? એક ઝાડુ ફેરવો કે બધું સાફ ! અને હવે તો ઝાડુ પણ ઇલેક્ટ્રોનિકનાં !
અ. બધાથી આજે આપણને એમ લાગે છે કે આપણે આગળ છીએ. કોઈક વાર એમ પણ થાય કે અરેરે, એ લોકોએ આ યુગ જોયો હોત તો ! આવો સરસ રેડિયો ! ટેલિફોન ! આવી સરસ લાદી અને આવાં સરસ અદ્યતન પ્રકારના સાધનો ! બિચારાં જોયા વિના જ ગયાં ? કેટલાકને તો એમની ત્રીજી પેઢીનાં વડીલો પ્રાચીન યુગનાં લાગે છે ! એ અજ્ઞાન યુગના માણસો બાપડાં કંઈ ન જાણે. આમ આજે માણસનું મન, માણસની બુદ્ધિ, માણસના વિચારો આકાર લઈ રહ્યા છે ! માણસના ચિત્તની આસપાસ એવા પ્રકારની આકૃતિ
Jain Education International
ચાર સાધન ! ૨૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org