________________
જ આપણે ઝંખીએ છીએ.
પેલા મંત્રી ઊઠ્યા ને તેની સાથે તારામંડળ જેવું શ્રીમંત મંડળ પણ ઊભું થયું. મંત્રીએ જઈને ભીમાને પૂછ્યું કે ભાઈ, બોલ, તારે શાની જરૂર છે ? શેઠે વાણિયાને ખભે હાથ મૂક્યો ત્યાં એના હૃદયમાં આહૂલાદ જાગ્યો. એને થયું કે આવો મોટો માણસ મારા જેવાને સ્નેહથી પંપાળે !
મંત્રીના વહાલથી વાણિયો અડધો અડધો થઈ ગયો. કહે કે મારે કંઈ જોઈતું નથી. હું તો આપની પાસે આજે આપવા આવ્યો છું. અને એણે ગાંઠડી છોડી, રૂપિયો દોઢ કાઢ્યો. મંત્રી એનો હાથ પકડી એને મખમલના ગાલીચા ઉપર લઈ ગયો.
પેલો કહે કે મારા પગ મેલા છે. પણ મંત્રી હવે એને દાનભાવ જાણી ગયેલા છે. એણે કહ્યું કે તમારા પગની ૨જ એ તો અમારે મન આજે કંકુના થાપા છે. તમે દિલના દરિયાવ છો કે સર્વસ્વ આપી દેવા આજે અહીં આવ્યા છો. અમે તો લાખમાંથી હજાર આપ્યા છે; તમે સર્વસ્વ ધરી દો છો. આજે તમે અમારા પૂજ્ય છો. અને મંદિરનો જીર્ણોદ્ધારમાં એનું નામ સૌથી પહેલું લખવામાં આવ્યું; એનું દાન સૌથી મોટું દાન બન્યું. કારણ ? એને માટે દાન એ ચેતનાનો વિકાસ હતો; અંતરનો આહૂલાદ હતો; સ્વાર્થના પરિત્યાગની અંદરથી જાગેલી એ ભાવના હતી. જેમનામાં ઔદાર્યભરી દાનભાવના જાગી શકે છે એવો માણસ, ધર્મી બની લોભ છોડે અને દાનને વહાવે ત્યારે માનવજીવનની ખરી ધન્યતા ગણાય.
આવું જ બીજું દૃષ્ટાંત આપણી પાસે રાણકપુરનું છે. એ મહામંદિરમાં ૧૪૪૪ થાંભલા છે. લાખ લાખ ખરચો છતાં એક થાંભલાય ન બને એવા થાંભલા. એ કરાવનાર એક પોરવાડ હતો. જ્યારે વિજ્ઞાનનાં ઠેકાણાં ન હતાં ત્યારે આ મંદિરનું સર્જન થયું. અરાવલી પર્વતમાં આ મંદિર, એક અપૂર્વ કળા છે. એ એવું ભાવભર્યું સુંદર સર્જન છે કે આજે પણ ત્યાં જૂની ભાવનાનાં પરમાણુઓ વાતાવરણમાં પથરાયેલા અનુભવી શકાય છે. ત્યાં જતાં જ આત્માનો આહ્વાદ લાધે છે.
આવાં પવિત્ર સ્થળોની ધૂળ માથે ચડાવીએ તોય દિલમાં ભાવ ઉદારતા જાગે. એના વાતાવરણની આપણા પર ઊંડી અસર થાય છે. આવું સુંદર કલાસર્જન છતાં પેલા પોરવાડનું નામનિશાન ત્યાં નથી. માત્ર એક જ થાંભલામાં એ હાથ જોડીને ઊભો છે.
એ કાળ એવો હતો કે જ્યારે દેનારા હતા ને સામે ના પાડનારા પણ એવા જ મહાન હતા. એમને માટે દાન એ તો પ્રેમ-ભક્તિની મીઠી રમત હતી.
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org