________________
સુખો મેળવવા માટે આવવાનું નથી. સટ્ટાના ભાવો આપનારા કે પૈસા માટે હાથ જોઈ આપવાનું કહેનારા ગુરુઓનું મોટું જોવામાં પણ પાપ છે. ગુરુ પાસે તો આત્મશાંતિ માટે જ આવવાનું છે.
શિષ્ય પૂછ્યું : મોટામાં મોટો રોગ કયો ? તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું : “આ ભવ.”
સંસાર એ જ મોટો રોગ છે. સંસારમાં રખડવું એ જ મોટો રોગ છે. ટી.બી નો રોગ થયો હોય અને તરત જ ડૉક્ટર પાસે જાય. એ ડૉક્ટરના વચન ઉપર કેટલો વિશ્વાસ ? એટલો વિશ્વાસ ગુરુ ઉપર ખરો ? ડૉક્ટર કહે તે પ્રમાણે ટ્રિટમેન્ટ કરો, અને અમે કહીએ તો ? કદાચ એમ પણ માનો કે એવા રોગ તો થોડાક જોઈએ ! આ બધી સંસારના પદાર્થોની આસક્તિ એ રોગ છે તેમ તમે જાણો છો, પણ તે દૂર કરવા માટે પ્રયત્ન કરતા નથી.
મુંબઈ શહેરમાં એક ટોળામાંથી કોઈની રૂપિયા ૧૦૦ની નોટ પડી ગઈ તે એક ગુરખાના જોવામાં આવી. એણે એકદમ ઉપાડી ખીસામાં મૂકી દીધી અને ટ્રેનમાં બેઠો. પણ રસ્તામાં જોયું તો ખીસું કપાઈ ગયેલું. તેનું મોઢું એકદમ ફિક્યું પડી ગયું. મુસાફરોએ પૂછ્યું : “શું થયું ?' ગુરખાએ કહ્યું : “૧૦૦ રૂપિયાની નોટ ગઈ.” મુસાફરોએ કહ્યું : “આવી રીતે બહારના ખિસ્સામાં રખાય ?' ગુરખો કહે : “મને રસ્તામાંથી મળેલી. ઉતાવળમાં બહારના ખીસામાં મૂકી દીધેલી.”
એ વખતે પેસેંજરોમાંના એક ચિંતકે કહ્યું : “તમે એમ માની લો કે તમને રૂપિયા ૧૦૦ મળ્યા જ નથી. તે રૂપિયા તમારા હતા જ નહિ. અમને મળ્યા નથી તેથી અમને શોક નથી, તમને મળ્યા એટલે થયું કે મારા ગયા. પણ વાસ્તવિક રીતે રૂપિયા તમારા હતા જ નહિ.' પેલાને પણ વાત ગળે ઊતરી ગઈ.
અહીં તમારે પણ એ વિચાર કરવાનો છે કે તમારું શું છે ? આવ્યા ત્યારે કાંઈ હતું નહિ, અને જાવ ત્યારે પણ કાંઈ સાથે આવનાર નથી. પેલી ૧૦૦ રૂપિયાની બાબત કરતાં પણ આપણી દશા બૂરી છે. આ પ્રમાણે માણસ વિચાર કરે તો કોઈ પણ સંયોગોમાં અફસોસ ન થાય. પેલાએ રૂપિયા ૧૦૦ની નોટ પોતાની માની અને ગઈ એટલે અફસોસ થયો. આ બધું પોતાનું માન્યાનું જ દુ:ખ છે. પોતાનું ન માનો તો છોડવાનું જરાય દુ:ખ નહિ થાય. આ સમજવા માટે મહાપુરુષો કહે છે કે ભવરોગ એવો છે કે જેથી ચારે બાજુથી ભેગું ભેગું કરવાનું જ મન થાય. માટે મોટામાં મોટો રોગ ભવસંસાર જ છે. સાધક પૂછે છે : આ રોગની દવા શી ? વિમોષઘ તસ્ય ?
૩૦૨ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org