________________
તમારા જેવા જ એ અવસરે હોય, તો કહેશે : “દીકરા, ક્યાં ગયું હવે તારું બળ ? જોયું ને, લોહીને બદલે અહીં દૂધ વહે છે !” શબ્દોમાં જાદુ છે : એ ઝેર પણ છે, અને અમૃત પણ છે. શત્રુને પણ મિત્ર બનાવી શકાય છે.
શ્રાવકનું લક્ષણ કર્યું ? જે રોજ સાંભળે તે શ્રાવક. તે સમજણ ને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે. કારણ – સાંભળનારને સમજણ આવે છે; સાચું ભાન થાય છે. આત્મા ભૂખ્યો છે. તેને ખોરાકની જરૂર છે. તે ખોરાક મળે ક્યાંથી ? વાણીમાંથી. વાણી તો આત્મા સારો.
માણસની માણસાઈને સમૃદ્ધિથી માપવામાં આવતી નથી; મપાય તો તે દિલથી જ મપાશે. કોઈને હલકો ન પાડો. અપમાન કોઈનું કોઈ દિવસ ન કરો. નહિ તો માણસની રાખમાંથી આગ ભભૂકી ઊઠશે; એમાંથી અવાજ નીકળશે : આણે મારું અપમાન કર્યું છે !
પાંડવો વનમાં ગયા. શ્રીકૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા; “તું વધુ નહીં તો પાંચ ગામ પાંડવોને આપ. હું તને ધર્મ સમજાવવા આવ્યો છું.” એમણે ઘણી સુંદર વાતો કહી, પણ તેણે એ ન સાંભળી.
દુર્યોધને કહ્યું : “આપનું બધું તત્ત્વજ્ઞાન હું સાંભળીશ, પણ આ તકે નહીં. આપની વાત સુંદર છે. પણ ધર્મનો ઉપદેશ સાંભળવાનો આ અવસર નથી.'
આપ ધર્મની વાત કરો છો. હું મૂર્ખ છું, એવું પણ કાંઈ માનશો નહીં, આ બધું સારી રીતે જાણું છું, પણ તેને હું સ્વીકારી શકતો નથી; તેના માર્ગે જઈ શકતો નથી. એક સ્ત્રીની લાજ લેવી એ ભયંકર અધર્મ છે, એ હું જાણતો નથી, એવું પણ કાંઈ નથી. પણ મને દુ:ખ છે કે એવા અધર્મના માર્ગથી હું પાછો વાળી શકતો નથી.”
તેના હૃદયમાં દેવત્વ નહોતું પણ વેરભાવ હતો. દેવત્વ હોત તો ક્ષમાને માર્ગે દોરાત, પણ તેના હૃદયમાં દેવને બદલે દૈત્ય છે. નહીં તો આવું થાય?
દુર્યોધન કહે : “હું આપનો ધર્મ સાંભળું છું, પણ મારું અંતર સાંભળતું નથી. ખરી રીતે તો, હું આ માર્ગે જવા પણ માગતો નથી. પણ મારું તનમન-એ માર્ગે મને ઘસડી જાય છે' આ ઉપરથી વિચારો કે આ બધું કોણ કરાવે છે ? પેલા કટુ શબ્દો !
શબ્દ ઉચ્ચારતી વખતે કાંઈ વિચાર ન કર્યો, એટલે આખો રણસંગ્રામ ઊભો થયો. વાણીમાં જેટલી તાકાત છે એટલી અણુબોમ્બમાં નથી.
મંત્ર એ શું છે ? મંત્રથી દેવતાને અહીં પૃથ્વી પર બોલાવાય છે. તે દેવતાઓ કઈ શક્તિથી અહીં આવે છે ? તે મંત્રશક્તિથી આવે છે. મંત્ર એટલે શબ્દ. શબ્દમાં અદશ્ય તાકાત પડેલી છે.
ચાર સાધન છે ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org