________________
હું અંગ્રેજને પ્રશ્ન પૂછીશ તો તેને લાગશે કે આ નવાબો એકલી ભોગની જ વાતો કરે છે. એટલે દુભાષિયાએ ફે૨વીને પૂછ્યું : “આપની કૅબિનેટમાં કેટલા સભ્યો બેસે છે ?’’
૨૧૨
એલચીએ જવાબ આપ્યો ૨૧૨. દુભાષિયાએ નવાબને કહ્યું : બૅગમો છે.
પછી નવાબે પુછાવ્યું કે તેના શાહજાદા કેટલા છે ? એનું ભાષાંતર કરીને દુભાષિયાએ પૂછ્યું : “તમારી કેબિનેટમાં મેમ્બરોને કેટલું ભથ્થું મળે છે ? ચૂંટણી તમે કેવી રીતે કરો છો ?''
નવાબે આમ એલચીને વાતોમાં બંગલા કેટલા, કૂતરા કેટલા અને મહેફિલ કરવાનાં સ્થાનો કેટલાં ? આ જ વાતો પૂછી. તેના જીવનમાં ભારોભાર વિકાર અને વિલાસ હતો. જ્યારે તેનો અનુવાદ કરી રાજનીતિજ્ઞ દુભાષિયાએ રાજ્યનું વ્યવસ્થાતંત્ર કેવું છે ? કર તમે કેટલો લો છો ? આમ આખી વાત ફેરવીને એલચીને પૂછી.
આ વાર્તાલાપથી એલચીને થયું કે હિન્દુસ્તાનના રાજાઓ ભલે કંઈ ન જાણે, પણ રાજનીતિમાં આપણાથી ઊતરે એવા નબળા નથી. આવો પ્રભાવ જે પડ્યો, તે વિશિષ્ટ વાણીથી પડ્યો.
ઘરમાં ઘી બરાબર વાપરો તો તેની રસોઈ સારી બને, પણ ઘીને ૧૦૮ વાર ધુઓ તો એ ઝેર બને. તમારા વચનમાં કટાક્ષ હોય, કટુતા હોય, બડાઈ મારવાની ને બીજાને ઉતારી પાડવાની ભાવના હોય તો તે ડંખ રૂપ જ નીવડે ને ?
આપણે સામા માણસનું માન જળવાય તેવું, ઓછું પણ ગૌ૨વતાભર્યું વચન બોલવું જોઈએ. અહંકારથી માણસ શોભતો નથી, અલંકારથી શોભે છે. માનવીના આ અલંકાર એટલે પરોપકારી વચનો.
માણસમાં રહેલા આત્માને માન આપતાં શીખવું જોઈએ. શી ખબર કે અહીં નીચે બેઠેલો આત્મા પણ આવતી કાલે ઉચ્ચ ગતિએ જનારો હોય ! શિષ્યા હોવા છતાં મૃગાવતી, ચંદનબાળા કરતાં પહેલાં કેવળજ્ઞાન પામે છે. તાપસો, ગૌતમસ્વામી કરતાં પ્રથમ કેવળી બને છે.
જેમ મોટરમાં સારી બ્રેક હોય, તો અકસ્માત થતો બચે છે, તેમ વાણી પર બ્રેક હોવી જોઈએ. બોલવાનું ઘણું મન થઈ જાય, ત્યારે એને કહેવું : ‘થોડા સમય માટે તું ચૂપ થઈ જા.'
આત્માની શક્તિ, આંકડાથી નથી માપી શકાતી. આપણે છદ્મસ્થ છીએ. માણસ-ભૂલને પાત્ર છે, એ ભૂલને સુધારવા માટે વાણીને પવિત્ર રાખો. એના
Jain Education International
ચાર સાધન : ૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org