________________
છે એ કોઈ શોધતું નથી. ખરી વાત એ છે કે વિદ્યાર્થીઓમાં વિનય રેડાયો નથી. વિદ્યાર્થીઓના અંતરમાંનો ગુરુ પ્રત્યેનો પ્રેમ આજે પોઢી ગયો છે. ઘરની અંદર
જ્યાં મા-બાપો ગુરુ માટે “વેદિયો', “પંતુજી' તે “માસ્તર' શબ્દ વાપરે ત્યાં દીકરામાં વિનય આવે ક્યાંથી ?
એક સમય એવો હતો જ્યારે મા-બાપો ઘરમાંથી જ આ માન, પોતાનાં બાળકોમાં કેળવતાં; આજે એ રહ્યું નથી. જૂના કાળમાં આપણે શીખતા કે માતાને, પિતાને, ગુરુને અને અતિથિને દેવ ગણવા જોઈએ. એ કાળમાં એ ચારે પ્રત્યે આપણે દેવની દૃષ્ટિએ જોતા હતા, એમને એ મુજબ માન આપતા હતા.
આવા ગુરુઓ પાસેથી એકાદ અક્ષર પણ મંત્રરૂપ મળી જતો તો એમાંથી જીવનનું સુંદર વૃક્ષ ઊગી નીકળતું, પણ આજે વિનય રહ્યો નથી; એટલે સુંદર ઊગી નીકળતું નથી અને જીવનને એ શીળી છાયા આપતું નથી.
એટલે દુનિયાના બધા ગુણોનું મૂળ આ વિનય છે. જેમ જેમ વિનય દાખવશો તેમ તેમ વિદ્યા જીવનમાં નવો રંગ લાવશે. સફેદ કપડાં ઉપર ગમે તે રંગ જલદી ચડી જાય છે. એમ, જેનું મન વિનયશીલ છે તેના મન ઉપર વિદ્યાનો કોઈ પણ રંગ જલદીથી ચડી શકે છે.
ફલશાળ નામનો એક નાનો છોકરો હતો. પિતાની પાસેથી એણે ત્રણ વાતો શીખી. માન આપવું, વિનય રાખવો અને વડીલનું વચન ન ઉથાપવું. એણે પોતાના જીવનની અંદર આ ગુણોને ઉતારવાનું મનમાં લીધું.
એક વાર એ બાપ સાથે તલાટી પાસે ગયો. તલાટીને જોઈ પિતાએ નમન કર્યું. ફલશાળને લાગ્યું કે મારા પિતા જેને નમે છે એ મારા પિતા કરતાં પણ મહાન હોવા જોઈએ. એથી એણે પણ જઈને તલાટીને નમન કર્યું અને એમની પાસે રહેવાની ઇચ્છા જણાવી. એ કહે કે મારે પગાર નથી જોઈતો; મને માત્ર સેવાની તક આપો. તલાટી ખુશ થઈ ગયો ને એણે છોકરાને પોતાને ત્યાં રાખ્યો. એમની પાસે રહીને પેલા ત્રણ મંત્રો પ્રમાણે એ જીવવા લાગ્યો.
એમાં એક વાર આ તલાટી રાજ્યના મહામંત્રીને ત્યાં મહેસૂલ ભરવા ગયા. પેલો ફલશાળ સાથે હતો. મંત્રીને જોઈ તલાટી એમને નમ્યા. ફલશાળને થયું કે તલાટી કરતાં તો આ મંત્રી વધુ મહાન લાગે છે; માટે ચાલને, એમની સેવા માગું ! એણે તો જઈને કહ્યું કે મંત્રીજી, મારે આપની પાસે રહી આજ્ઞાંકિત, નમ્ર અને સેવાભાવી થવું છે; માટે મને આપને ત્યાં રાખો. આપની સેવા કરવાની મને તક આપો.
માણસ કરતાંય લોકોને તો માણસનું કામ જ ખરી રીતે સુંદર લાગે છે ને ! જે માણસ કામ ન કરે, સેવા ન કરે અને માત્ર રૂડો-રૂપાળો હોય તો
૧૮૨ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org