________________
તો વસ્તુ એમાં રહી શકે; ઊંધું પાત્ર હોય તો વસ્તુ ઢોળાઈ જાય.
આ પ્રમાણે, જે વિનયશીલ હોય છે એનામાં કાંઈ પણ રેડો તેને તે તરત જ ઝીલી લેશે; જ્યારે અવિનયવાળા માણસમાંથી એ ઢોળાઈ જશે. ધૂળમાં ઘી રેડી, ગોળ નાંખી લાડવા વાળીએ, તો ખાવાને માટે નહિ ચાલે. લાડવા લોટના થાય; ધૂળના નહિ. અવિનય હોય તો ધૂળ-ગોળના લાડવા જેવી અવસ્થા થાય. માટે વિનય કેળવવો અત્યંત જરૂરી છે. જ્યારે આપણામાં વિચાર, વાણી અને વર્તનમાં વિનય આવશે ત્યારે જ આપણે બીજાને, આપણાં બાળકોને એનો વારસો આપી શકીશું.
તમે જો તમારા વડીલોને અને ગુરુજનોને અપમાનની દૃષ્ટિએ, અવિનય અને તિરસ્કારથી જોતાં હશો તો જ્યારે તમે વડીલ થશો ત્યારે તમારાં બાળકો પણ તમારી પ્રત્યે એમ જ વર્તશે. તમે આનો વિચાર કરો છો ખરા ? આજે આપણે નાના પાસેથી અપેક્ષા રાખીએ છીએ, પણ વડીલોની તો ઉપેક્ષા જ કરીએ છીએ. માટે વડીલો પ્રત્યે આજે તમે વિનય-ભક્તિ બતાવો તો આવતીકાલે તમારાં બાળકો પણ એમ જ વર્તશે.
એક બાઈને એવી ટેવ કે સાસુ જ્યારે ખાવાનું માગે ત્યારે એ પિત્તળ કે કાંસાના વાસણમાં ડોશીને ખાવાનું આપવાને બદલે ઠીકરાના વાસણમાં આપે. પછી એ બાઈનો દીકરો પરણ્યો અને ઘરમાં નાની વહુ આવી. એણે જોયું કે એની સાસુ, ડોશીમાને આમ ઠીકરામાં જમવાનું આપે છે. એણે રોજ એ વાસણો લઈ સાફ કરી ઉપર માળિયામાં મૂકવા માંડ્યાં.
છએક માસ થયા અને સાસુ એકવાર ઉપલા માળિયામાં નજર નાખે છે, તો ડોસીનાં વાસણોનો ઢગલો. સાસુએ પુત્રવધૂને પૂછ્યું કે આપણા ઘરમાં તો સુંદર વાસણો છે અને તેં આવાં ઠીકરાનાં વાસણ કેમ ભેગાં કર્યા ?
વહુનો જવાબ સુંદર હતો; એ વિનય અને અવિનયનો સૂચક હતો. એણે સાસજીને કહ્યું કે બા, તમે જેમ તમારી સાસુને આવાં કોબરાં આપો છો, એમ તમે પણ જ્યારે ઘરડાં થશો ને માંદાં પડશો ત્યારે હું કુંભારને ત્યાં હોબરાં ક્યાં શોધવા જઈશ ? એટલે, ત્યારે તમને આપવા માટે આ બધાં સંઘરી રાખું છું.
વહુના આ શબ્દો સાસુ સમજી ગઈ. આપણે જો બીજાને માન, સન્માન, | વિનય ન આપીએ તો એ માગવાનો આપણને શો અધિકાર છે ? ધ્યાનમાં રાખજો કે આજે ઉપેક્ષા કરો છો, તેવું સ્થાન કાલે તમારુંય થશે. આજે આપણે સન્માન માગીએ છીએ, પણ કોઈને એ આપવા તૈયાર નથી.
આજે આપણા રાષ્ટ્રમાં સૌ છોકરાંઓની શિસ્તનો વિચાર કરી રહ્યા છે. બધા કહે છે કે કેળવણીમાં ખામી છે; તેથી આમ બને છે, પણ કઈ ખામી
ધર્મરત્નનાં અજવાળાં છે. ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org