________________
ગોપવવી એ તો આત્મા પ્રત્યેનો મોટામાં મોટો અપરાધ છે. કાળ ચાલ્યો જાય છે અને માણસ પણ એક દિવસ ચાલ્યો જશે, પણ સમય પ્રમાણે એ જ કાર્ય નહિ કરે તો જગતમાંથી એ સદાને માટે ભૂંસાઈ જશે. માનવમાત્રમાં આ શક્તિઓ પડેલી છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે, “મારી બધી શક્તિઓ તમારામાં પડેલી છે; તમારો આત્મા સર્વશક્તિમાન છે.” જો માનવી, ભગવાન મહાવીરે બતાવેલા સત્યના રાહ ઉપર ચાલે તો આ શક્તિઓ એને જરૂર દેખાશે. આપણે તો એને ઓળખીને માત્ર બહાર જ લાવવાની છે. શક્તિઓનું આ દર્શન થતાં માણસના જીવનમાં નવું ચેતન આવે છે.
એટલે જીવનમાં નિષ્ફળતા મળે; લોકો નિંદા કરે, છતાં તમને સત્ય લાગે તો તમારા પંથ ઉપર આગળ ચાલ્યા જ જાઓ અને તમને મળેલું સત્ય દુનિયાની સામે મૂકતા જાઓ. સદાય તમારા આત્માની શક્તિને અને તેના અવાજને અનુસરો. પોતાની શક્તિ અનુસાર માણસે મનને કેળવવા માટે કામ કરવાનું અત્યંત જરૂરી છે. હથિયાર ન વાપરવાથી જેમ એને કાટ ચઢી જાય છે તેવું જ અણવપરાયેલી શક્તિઓનું છે. એટલે મળેલી શક્તિઓનો ઉપયોગ કરો અને વિકસાવો.
જે લોકો જનસમુદાયમાં પૂજાતા હોય તેમની ક્યારેય મશ્કરી ન કરો. એવા માણસોની મશ્કરીમાં આપણે આપણી જાતની મશ્કરી કરી રહ્યા છીએ. આ જ પ્રમાણે બહેનો અને વૃદ્ધોની પણ કદી મશ્કરી ન કરો. માનજો કે બૂઢાપાની મશ્કરી કરનાર માણસ પોતાની યુવાનીની મશ્કરી કરી રહ્યો છે. યુવાનો તો શક્તિના પ્રતીક છે, આશા સમાન છે. યુવાનો માટે બહેનોને એમ લાગવું જોઈએ કે તેઓ અમારા રખેવાળ છે, આવતી કાલના આધારસ્તંભ છે.
જૂના કાળમાં માણસ પૈસાને ઠોકર મારી પોતાની જાતને સાચવતા; આજે માણસ પૈસા ખાતર વેચાઈ રહ્યો છે. શ્રીપાળની માતા કમળપ્રભા રાતને વખતે દિકરાને લઈને જઈ રહી છે. યુવાન રાણી છે. શરીર પર રાજતેજ છે. એવામાં પ્રભાતને પહોરે યુવાનોનું એક ટોળું એની સામે આવે છે. કમળપ્રભા ક્ષણભર ધ્રુજી ઊઠે છે. ત્યાં તો યુવાનોનો આગેવાન આગળ આવે છે અને “બહેન” કહીને સંબોધે છે. કમળપ્રભાને એ કહે છે, “બહેન ! મૂંઝાશો મા. જેને એક ભાઈ પડખે હોય તેનેય કશું કરવાનું રહેતું નથી, તો અમે તો અહીં તારા સાતસો ભાઈઓ છીએ; તારે વળી ડરવાનું શા માટે ?” યુવાનોમાં શક્તિ સાથે આવો સંયમ અને સમજણ આવવી જરૂરી છે.
લોકપ્રિયતા મેળવવા માટે ત્રણ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ : દાન, વિનય અને શીયળ. જે માણસ વિનયશીલ છે, જે મનનો ઉદાર છે, તે દુનિયામાં
ધર્મરત્નનાં અજવાળાં - ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org