________________
Jain Education International
>&>4)&8*
33. સથા
બા
રમા પગથિયા ઉપર ચડેલ માણસ ગુણાનુરાગી હોય છે. આવો માણસ તેરમા ગુણમાં પ્રવેશ કરી શકે છે. એ ગુણીનો ભક્ત બને છે; એના ચરણમાં બેસે છે. આવો માણસ પછી સહજ ભાવે જ સક્થા કરે છે. સત્કથા એટેલે સારી કથા કહેનારો. તેના મોંમાંથી સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભક્તકથા (ભોજનની કથા) ન આવે, પણ સારી કથા જ આવે.
આજે બધે દેશકથા અને પ્રાંતકથા વધી રહી છે. ભ્રાતૃભાવના દોરાથી બંધાયેલી આપણી માનવજાત, આજે પ્રાંતવાદના ટુકડાથી વહેંચાઈ ગઈ છે. ગુજરાત ને મહારાષ્ટ્ર આજે વહેંચાયા છે, એટલું જ નહિ પણ પ્રાન્તે પ્રાન્તે ભાગલાની કથા છે. લોકો માત્ર પોતાનું જ હિત જોતા થયા છે. એમાંથી દષ્ટિભેદ, વિચારભેદ, મતભેદ અને મનભેદ શરૂ થયા છે.
દેશકથા અને પ્રાન્તકથાની જેમ આજે સ્ત્રીકથા પણ વધી ગઈ છે. એ કથામાં માણસને બીજું ભાન જ નથી રહેતું.
૧૪૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org