________________
પૂજા કર્યા પછી, તમને કોઈ દિવસ એમ થયું છે કે હે પ્રભુ ! આપની દૃષ્ટિ કેવી સમાન છે ! ફૂલ જેમ ડાબા કે જમણા હાથનો ભેદ રાખ્યા વિના, બંનેને સુવાસિત કરે છે, તેવી સમાન દૃષ્ટિ અમારામાં ક્યારે જાગશે ? પૂજા પાછળ આવું કોઈ મનન છે ?
તમે કોઈને મળવા જાઓ. એને મળવાનું ન બને તો તમે કહો : “ફેર નિષ્ફળ ગયો.” એમ સામાયિક કર્યા પછી, થોડી પણ જીવનમાં સમતાની ઝાંખી ન થાય તો તમને લાગે છે કે સમય ગુમાવ્યો ? સામાયિકમાં આપણે રાગદ્વેષને સમતુલામાં મૂકવાના છે.
સામાયિક પરબ્રહ્મની શોધ માટે છે; ઊંડાણમાં ઊતરવા માટે છે. તમે કહેશો : એકની વાત વારંવાર વિચારવાથી શું મળે ? પણ એ ન ભૂલતા કે મેંદીનાં પાન જરાક પીસવાથી તેનો રંગ ન આવે. એને તો શ્રમ લઈ જેમ પીસો તેમ રંગ આવે છે.
દૂધમાં હાથ નાખો તો તમારા હાથમાં માખણ ન આવે. એ મેળવવા ખૂબ વલોણું કરવું પડે છે. પીપરને પણ ૬૪ પહોર સુધી પીસવામાં આવે તો જ તેમાં રહેલ ગુણધર્મ બહાર આવે છે. તો જ એ માત્રા અને રસૌષધિ બને.
રંગ લાવવા માટે મેંદી પીસવી પડે; પીપરમાંથી સત્ત્વ કાઢવા ૬૪ પહોર સુધી ઘૂંટવી પડે; છાશમાંથી માખણ કાઢવા એ વલોવવી પડે; તો અમર આત્માની શોધ માટે કંઈ નહીં ? એ માટે ચિંતન, મનન કંઈ જ નહીં ?
શંકરના લિંગ ઉપર સતત જળધારા પડે છે, તેમ માણસના મગજ પર જ્ઞાનરૂપી જળધારા ન પડે, તો અગ્નિશિખા પ્રજ્વલિત રહે. પછી એ જ્વાળા આંખ ને વચન, બધાં સાધનોને નુકસાન પહોંચાડે. માનવીમાં પશુતા લાવનાર, કષાય અને અજ્ઞાન છે; એટલે જેમ જેમ સારું સાંભળીએ, તેમ તેમ જીવનનું અજ્ઞાન અને અશુભ વૃત્તિઓ દૂર થાય છે.
સાધના વિના ખાઈ-પીને જો મોક્ષ મળતો હોય તો બધાંને આનંદ થાય. ન સાધના, ન મૌન, ન સ્વાધ્યાય, ન એકાંતમાં ધ્યાન, ન તપ, ન ત્યાગ; આવો સસ્તો ધર્મ મળે તો કોને ન ગમે ? ભોગી જીવોએ તો ધર્મને પણ ભોગપ્રધાન બનાવવા પ્રયત્ન આદર્યો છે.
તમને થતું હશે કે ટેલિફોન ઉપર વાતો કરતાં લાખો રૂપિયા ક્યાં નથી મળતા ? તો શું મોક્ષ પણ એમ ન મળે ? પણ લક્ષ્મી પૂર્વકૃત પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળે છે, જ્યારે મોક્ષ મેળવવા તમારે સર્વ કર્મનો ક્ષય કરવો પડશે. આ કર્મક્ષય માટે ધ્યાન અને ચિંતનની જરૂર છે.
આજે વિસ્તાર વધ્યો છે, પણ ઊંડાણ નથી. ધર્મક્રિયાનો વિસ્તાર છે, પણ
ચાર સાધન જ ૨૩૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org