________________
ચિંતનનું ઊંડાણ નથી. પ્રવૃત્તિની પાછળ ખરી રીતે વિચારસરણી જ ભાગ ભજવે છે.
મેંદીનાં પાન પહેલાં લીલાં હોય છે. પીસો પછી લાલ બને છે. દૂધમાં આમ જુઓ તો કંઈ ન દેખાય, પણ વલોણા પછી માખણ હાથે એવું ચોંટે કે સાબુથી પણ જાય નહીં. પીપર ખાઓ તો તમને કાંઈ ન થાય. પણ ચોસઠ પ્રહર ઘૂંટેલી ખાઓ, તો ગરમી ગરમી થઈ જાય છે. આ છે ચિંતન અને મનનનો મહિમા.
સામાયિક એક આસન છે; એક આસને બેસીને જ થાય. એ સમય દરમિયાન, સામાયિકમાં શાંતપણે વિચારવાનું છે કે હું મુક્ત, બંધનમાં કેમ પડ્યો ? હું મુક્તિનો પ્રવાસી, અહીંનો વાસી કેમ થયો ? હું ક્યાં છું ? અહીં હું શું કરવા આવ્યો હતો અને શું કરી રહ્યો છું ? આ રીતે એકાંતમાં પરબ્રહ્મનો વિચાર કરવાનો છે. સંકુચિતતામાંથી વિશાળતામાં જવું, એનું જ નામ પરબ્રહ્મ. ‘મારી પત્ની’ ને ‘મારા પુત્ર’ને બદલે વિશ્વ આખું મારું છે. આ વિચાર વિશાળતા વિના ક્યાંથી આવે ?
જે માણસ બંધનથી બંધાયો છે, તે છૂટો થવા માટે સર્વ પ્રથમ બંધનને ઢીલાં ક૨શે. પછી તેનો ત્યાગ કરી, તોડીને મુક્ત થશે. તેમ માણસ, વિષયકષાયનાં બંધનમાં બંધાયો છે. તેને શિથિલ ક૨વાને બદલે, એ તેને વધારે દૃઢ બનાવે છે ! ગમે તે બંધનો, અને વાતો મુક્ત થવાની કરીએ, તે કેમ ચાલે ? માટે વિચારો કે મુક્ત કેમ થઈશું ?
એક માણસે એક પોપટને પાંજરામાં પૂરી રાખ્યો હતો. મેં તેના માલિકને પૂછ્યું : ‘તમે શા માટે આને પૂરી રાખ્યો છે ?' તેણે જવાબ ન આપતાં બારણું ખોલ્યું. પોપટ મુક્ત થયો. એ ઊડ્યો, પણ બંધનમાં જ સુખ માનનારો એ, ગગનમાં ચક્કર મારી, ફરી પાછો પાંજરામાં આવી ભરાઈ બેઠો.
મને થયું : આપણે પણ એમાંના જ છીએ. આપણને પણ બંધનમાં પાંજરાં ગમે છે. એ પોપટ જન્મથી એવો ટેવાયો હતો કે ઉડાડો તો પણ પાછો પાંજરામાં જ બેસે. અનંતનો સ્વાભાવિક આનંદ માણવાનો એ ભૂલી ગયો છે. અહીં જ એણે પોતાનું સુખ માન્યું છે.
આજે આપણા આત્માની દશા પણ આવી જ છે. જાત્રામાં જાય તો પણ ઘરનાં બંધન વગર એ રહી ન શકે. ઉપધાન કરે, પૌષધ કરે અથવા સામાયિક કરે, તો પણ ઘરનું વાતાવરણ એનાથી ન છૂટે. જે સ્થળે છૂટવાનું છે, છૂટવા માટે જઈએ છીએ, ત્યાં પણ બંધન ! તો પછી છૂટશો ક્યાં ? છૂટશો કેમ ? અનુકૂળ પુત્ર હોય, અનુકૂળ પત્ની હોય, અનુકૂળ શરીર હોય, અનુકૂળ મકાન હોય અને અનુકૂળ સંપત્તિ હોય તો એ તમારો મોક્ષ. પણ જ્ઞાનીઓ કહે
Jain Education International
૨૩૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org