________________
મળી કે ફલાણો ચૂંટણીમાં ઊડી ગયો.” ત્યારે બીજો પણ એમ જ પૂછેઃ કાં, છેલ્લા સમાચાર (latest news) શું છે ? આમ, જેની સાથે તેને અંગત સંબંધ નથી એવું કોઈ ભાગી ગયું કે કોઈએ દેવાળું કાઢ્યું એ સાંભળીનેય તને શું ફાયદો !
પણ આ તો ટેવ પડી. આવું બધું સાંભળ્યા અને સંભાળાવ્યા વગર ચેન જ ન પડે ને ! પારકી વાતમાં તો ઊંડા ઊતરી જાય. ઘણાને લપ કરવાની ટેવ હોય છે. “કાં, હાલ શું કામ કરો છો ? શું પગાર મળે છે ? સામાને ગમે કે ન ગમે તોય પોતાની પીંજણ ચાલુ રાખે ને વ્યર્થ સમય ગુમાવે. આ પીંજણ કરતી વખતે સામાને મદદ કરવાની ભાવના ન હોય, શક્તિ પણ ન હોય અને છતાં જેને કહેવાય છે ને કે “ઝીણું કાંતે' એમ નાની બાબતોમાં પણ રસ લીધા કરે. આખા ગામની ફિકર કર્યા કરે. કાજજી, ક્યોં દૂબલે ?' તો કહે, કે “સારે ગાંવ કી ફિકર.” એ કહેવત મુજબ પોતાનું ભલું કરવું બાજુ મૂકી, ગામની કુથલી કર્યા કરે. મગજ આવી જ વાતોથી અને ખોટી ચિંતાઓથી ભરેલું રાખે. પછી આ મગજમાં સારી વાત આવે ક્યાંથી ? જગ્યામાં બધો કચરો ભરી રાખે, પછી સારી વસ્તુ રાખે ક્યાં ! કબાટમાં રદ્દી કાગળ-પસ્તી ભરી મૂકો ને પછી કે કપડાં માટે જગા નથી. ક્યાં મૂકું ! જગા નથી પણ ભલા માણસ, પહેલાં પેલી પસ્તી કાઢી નાખને ! પસ્તી ગઈ કે સારી ચીજવસ્તુ મૂકવા સારુ આપમેળે જગા થશે. કપડાં સચવાશે ને તું સુખી થઈશ. એમ મગજમાંથી પણ ઉપાધિરૂપ પસ્તી કાઢી નાખ, ને મન સાફ-ચોખું-નિર્મળ રાખ, તો આત્મકલ્યાણની વાત કંઈક ગળે ઊતરશે.
વગર ફોગટનું હળવુંમળવું બંધ કરી એકાંત સેવતા થાઓ. એકાંતમાં ભગવાનનું સ્મરણ-ચિંતન કરો. સારાં પુસ્તકો વાંચો. ભૂતકાળનાં સુખદ સ્મરણો, જીવનયાત્રા, સારી ઘડીઓ, ભક્તિ, પ્રસંગો ઇત્યાદિ યાદ કરો. એ પ્રસંગો સાથે વાત કરો. એમાં રમો, મસ્ત બની જાઓ. તો તમને જરૂર આનંદ આવશે, સુખ મળશે.
પણ યાદ રાખજો. યાદ કરો ત્યારે ભૂતકાળની સારી જ વાતો યાદ કરજો. કટુ પ્રસંગો યાદ ન કરતા. એ તો ભૂલી જ જવા. આત્મકલ્યાણના સારા દિવસોમાં સુકૃત્યના જ વિચારો કરવા, નહિતર સુખને બદલે દુ:ખ મળે. મનને ઉદ્વેગ થાય ને ચિત્તતંત્ર અસ્વસ્થ થઈ જાય.
ઘણાને એવી કુટેવ હોય કે સારા પ્રસંગે જ ખરાબ વાત યાદ કરે. ઘેર લગ્નનો પ્રસંગ હોય, ભાવતાં ભાજન તૈયાર થતાં હોય, જાન આવવાની હોય, ઘરનાં બધાં સુંદર વસ્ત્ર-આભૂષણો પહેરી હરતાંફરતાં હોય, મંગળ ગીતો
૨૬૪ 5 ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org