________________
૬૨. વેશને વફાદાર રહે તે જ સાચો સાધુ
Jain Education International
→9*****
ત્માને જગાડનાર ગુરુ કેવા હોવા
જોઈએ ? જે ગુરુને સમગ્ર જીવન
સમર્પણ ક૨વાનું છે આત્મસમર્પણ કરવાનું છે, તે ગુરુ કેવા હોવા જોઈએ ? નૌકાને સામે પાર લઈ જવામાં જેમ નાવિક મુખ્ય કારણ છે, તેમ સંસારસાગર પાર કરવામાં ગુરુ મુખ્ય આધાર છે. ગુરુઓ જગતમાં બે પ્રકારના હોય
:
गुरवो बहवः सन्ति शिष्यद्रव्यापहारकाः । गुरवो विरलाः सन्ति शिष्यचित्तोपकारकाः ।।
કેટલાક ગુરુઓ એવા હોય છે કે જે પોતાના માટે, પોતાના નામ માટે, પોતાની જરૂરિયાતો માટે શિષ્યો પાસે, ભક્તવર્ગ પાસે ધન ખર્ચાવતા હોય છે. આવા ગુરુઓ તો જગતમાં ઘણા મળશે, પણ શિષ્યના અંતરાત્માને ઉપકાર કરનારા, શિષ્યવર્ગના આત્મહિતને લક્ષમાં રાખી વર્તનારા ગુરુઓ ઘણા ઓછા મળશે.
૨૯૬ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org