________________
આપણા કવિ નિરાળાજીને રૂ. ૧૨૫ પુરસ્કારના મળેલા; તે લઈને તે ઘેર જતા હતા. રસ્તામાં એક ભિખારી બાઈનું દુઃખ જોતાં એમનું હૈયું દ્રવ્યું અને તેમણે બાઈને આ રકમમાંથી અંબર ચરખો અપાવ્યો અને સ્વતંત્ર બનાવી દીધી. પત્નીએ પગાર માટે પૂછ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે “એક બહેનને આવી દશામાં જોઈને મેં મદદ ન કરી હોત તો એવો હેવાન પતિ તને ગમત ખરો ?” અને પત્ની પણ એની આ ભાવનાને સમજી ગઈ, ખુશ થઈ.
આ પાંચમા સગુણની બે બાજુ છે; હકારાત્મક અને નકારાત્મક. સબળ બનો – તમારી પ્રત્યે; મૃદુ બનો – અન્ય પ્રત્યે. સબળતા પોતાને માટે, કોમળતા બીજા માટે. આમ આ બેઉ અંગો એકીસાથે જીવનમાં આચરવાનાં છે.
માણસ ગમે તે પરિસ્થિતિ સામે ક્યારે રહી શકે છે ? જ્યારે પોતે સંયમી હોય, પોતા પ્રત્યે કઠોર બને અને દુનિયા પ્રત્યે કોમળ બને. આપણું કાર્ય એ છે કે બીજાને માટે આંસુ પાડવાં, આપણે માટે નહિ.
Life is mostly froth and bubble, Two things stand like stone, Kindness in another's trouble,
Courage in our own. ફીણ અને પરપોટા જેવી આ જિંદગીમાં, આ બે વસ્તુ ખડકની જેમ અમર બને છે : બીજા પ્રત્યે કોમળતાભરી કરુણા અને પોતા પ્રત્યે હિંમતભર્યું ૌર્ય.
તા. ૧૭-૭-૧૯૬૦
-
- -
-
-
૭૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org