________________
ક્રૂર થાય છે ત્યારે એ હિંસક પશુ કરતાં વધુ ક્રૂર બને છે, અને એની આ ક્રૂરતામાં સામાને હતો ન હતો કરી દે છે.
એમ કહેવાય છે કે સિંહ અને સર્પ સામે આવતા હોય તો સાવધાનતા રાખવાથી બચી શકાય, પણ જે માણસ બહારથી સૌમ્યતા દાખવી ક્રૂરતા આચરે છે તેનાથી બચવું માણસ માટે મુશ્કેલ હોય છે. સાધુતાના સ્વાંગમાં જે થાય એનો તો કોઈ આરો નથી. એ નુકસાનનો શું ઉપાય ?
આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે એવા લોકો તો
મધુ તિતિ નિહ્યા હૃદયે તુ | મોઢે મીઠાબોલા અને હૈયામાં હળાહળ ઝેર રાખનારા હોય છે. જે માણસ દૂર હોય એનામાં દયાનો પ્રકંપ પણ નથી હોતો.
પણ જેનું હૃદય મીણના જેવું, માખણ જેવું કોમળ હોય, દ્રવી શકતું હોય તે જ સાચો ધમી બની શકે. આ સમજવા, જેનું હૃદય દ્રવતું હોય એવાનો એક દાખલો જોઈએ.
ચરોતરના એક પટેલ છે. આજે તેઓ આફ્રિકામાં છે; ખૂબ પૈસાદાર છે. એમના કપાળમાં એક મોટો ઘા છે. ઘણા મિત્રોએ એમને કહ્યું કે પ્લાસ્ટિક સર્જરીથી એ ડાઘ કઢાવી, સુંદર બનો ને ! ત્યારે એમણે કહેલું કે, “આ ઘા તો મારો ગુરુ છે. એ જો ન હોત તો હું માનવ ન હોત. મારા હૈયામાં દયાના ઝરણાનો જે સ્રોત વહે છે તે વહેતો ન હોત.”
એક મિત્રે આ ઘાની વાત પૂછી ત્યારે એમણે કહ્યું કે બાળપણમાં એ ગરીબ હતા. મા-દીકરો ઝૂંપડામાં રહેતાં. મા દળણાં દળી ઘર ચલાવતી. બાજુમાં એક મોટી હવેલી હતી. એના ચોકમાં સૌ બાળકો રોજ રમવા ભેગાં થતાં. બાળકોને તો ભેદભાવ હોતો નથી; એમને મન તો ભેદનો છેદ ઊડી ગયો છે, એટલે સૌ સાથે રમતાં.
જે છોકરાંઓ ત્યાં આવતાં, એમાં પૈસાદારનાંય બાળકો હતાં. એક ધનિક માએ પોતાના દીકરાના ખીસામાં કાજુ, બદામ ભરીને એને એમ શીખવેલું કે
આમાંથી કાંઈ આપવું નહિ, અને કોઈ માગે તો ડિંગો બતાવવો.” જોઈ લો માનું શિક્ષણ ! મોટો થાય પછી એ જ બાળક માબાપને અંગૂઠો બતાવે તો એમાં નવાઈ શી ?
ખૂણામાં બેસીને તો શ્વાન પણ આમ એકલો ખાય છે, પણ માણસે તો વહેંચીને ખાવું જોઈએ. તમે ઘણાંને જમાડો છો, આમંત્રણો આપો છો – પણ તે તમારા જ લાભ સારુ. કોઈ ગુણવાન, ન્યાયી, પ્રમાણિકને ક્યારેય આમંત્રો છો ખરા ?
૭૨ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org