________________
ફુટપાથ ઉપર થાકીને ઊંઘતા માણસને જે આનંદ હોય છે એ આનંદ, હવેલીમાં સૂતેલાને નથી મળતો; કારણ ? એકનું મન ભયમુક્ત અને શ્રમની સાધનાવાળું છે, બીજાનું ભયવાળું અને શ્રમ વગરનું છે.
આ ત્રણે ઉપદેશનો ખરો અર્થ, પ્રજ્ઞ શિષ્ય જેનામાં માધ્યસ્થભાવ હતો અને જેનામાં સૌમ્યદૃષ્ટિ હતી તે એ સમજી શક્યો. એ શિષ્યને કશો પૂર્વગ્રહ ન હતો. સૌમ્ય દૃષ્ટિ હોવાથી એનામાં દ્વેષ ન હતો; આથી એ બીજા શિષ્ય સાથે લડ્યો નહિ; એણે તો એના દયા ખાધી. પરિણામે એના વિચારો બીજા શિષ્ય ઝીલ્યા.
આપણે પણ આમ શબ્દોની પાછળની લક્ષણા સમજવી જોઈએ. ગંગામાં ઝૂંપડું' કહીએ એટલે ગંગાના પાણીમાં ઝૂંપડું બાંધવાની વાત નથી, પણ ગંગાને તીરે ઝૂંપડું એમ ભાવ-અર્થ છે. મહાપુરુષોનાં વાક્યોમાં આવો લક્ષણાભાવ હોય છે; એ અર્થગંભીર હોય છે. જેનામાં માધ્યસ્થભાવ હોય, જેનામાં સૌમ્યતા હોય તેઓ આ સમજી શકે. વિકાસ માટે બુદ્ધિમાં માધ્યસ્થભાવ અને દૃષ્ટિમાં સૌમ્યતા બેઉ જોઈએ. આવો માણસ ધર્મવિચારને સાચા સ્વરૂપમાં જાણી શકે છે, સમજી શકે છે.
તા. ૧-૮-૧૯૭૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org