________________
“સંતોષથી જીવન ગુજારે એટલું તું મને આપજે;
ઘર ઘર ગરીબી છે, છતાં પણ દિલમાં અમીરી રાખજે.” માણસના જીવનમાં આ અમીરી આવે, તો સાધનો ન મળવા છતાં એ મનથી ઉન્નત રહી શકે છે. આવો માણસ ભલે ધન વગરનો હોય, છતાં મનથી. તવંગર હોય છે.
એક ભિખારી હતો. દિવસભરની ભીખ ભેગી કરી એ ચાલ્યો જતો હતો, ત્યાં એને બીજો ભિખારી મળ્યો. એ વધુ ગરીબ ભિખારી હતો. એને પેલાની માફક ભીખ માગવાની કળા નહોતી આવડતી. આનું દુ:ખ જોઈ, પેલા ભિખારીએ પોતાના ડબલામાંના પૈસા પેલા ગરીબના ખોળામાં ઠાલવી દીધા. એણે જોયું કે એ ગરીબને, પૈસાની વધુ જરૂર હતી. એય ભિખારી તો હતો, પણ મનનો ગરીબ નહોતો; દિલનો અમીર હતો. આ અમીરી અને ગરીબી માણસના દિલમાં પડી છે.
દીર્ઘદર્શી માણસ જે કાંઈ કામ કરે તેની પાછળ વિચાર હોય, વિવેક હોય. એ હંમેશાં પરિણામને લક્ષમાં લે. આમ ન કરે તો પ્રવૃત્તિનું પરિણામ શૂન્યમાં જ આવે.
એટલે ગ્રંથકાર કહે છે કે પ્રવૃત્તિ એવી કરો કે “બહુ લાભમ્ અલ્પ ફ્લેશમ્' આ ક્લેશ એટલે ઉદ્વેગ. વિકલતા આવે એવું કામ ન કરો. પ્રવૃત્તિ માણસના મનને સ્વસ્થ કરવા માટે છે. જો મન તૂટી જતું હોય, એને આર્તધ્યાન થતું હોય, એની સમાધિ તૂટી જતી હોય તો પચ્ચખાણ છોડાવી પારણું કરાવવામાં પણ એટલું પાપ નથી; કારણ કહ્યું છે કે “સત્વસમાહિ-વત્તિયાગારેણં' પચ્ચખાણમાં પણ આ આગાર રાખ્યો છે. પચ્ચખાણ એ તો સમાધિને માટે છે, માત્ર બાહ્ય પચ્ચખાણ રહે અને અંદરની ચિત્તસમાધિ તૂટી જાય તો એનો અર્થ શો ? પ્રવૃત્તિ કરો તે ક્લેશહીન અને પરિણામે સુંદર હોય એવી કરો તો તમે તે પ્રવૃત્તિ દ્વારા વિકાસ સાધી શકો. એ કર્યા પછી મન વિચારોમાં, વંટોળમાં ચડે તો એ પ્રવૃત્તિ પાણી વલોવવા જેવી પ્રવૃત્તિ બની જાય છે.
આપણા જીવનનું પ્રત્યેક કામ દીર્ઘ ચિંતન માગે છે. આ ચિંતન વગર શ્રેષ્ઠતા ન આવે. જે માણસ ખરો દીર્ઘદર્શી હોય છે એ આલોક તથા પરલોક બેઉને આવી રીતે સુધારે છે.
તા. ૧૧-૮-૧૯૬૦
૧૬ર ક ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org