________________
Jain Education International
++++>&
*****
૩૮. વસ્તુના હાર્દનું દર્શન
ધ
Æ આત્માનું કોઈ પણ પગલું ઉતાવળિયું ન હોય. તેના કાર્યમાં છીછરાપણું અને ક્ષણિક આવેગ ન હોય. એ દીર્ઘ ચિંતન પછી કાર્ય હાથ ધરે છે. આવેગનો જીવનમાં અવકાશ ખરો, પણ ધર્મી માણસ એને વિવેકથી નાથે છે. આવેગને એમ ને એમ અમલમાં મૂકીએ તો પરિણામ અસુંદર આવે.
માણસ માત્રને સુંદર જ ગમે છે; મેલું કોઈને ગમતું નથી. ઘર પણ વ્યવસ્થિત અને સ્વચ્છ હોય તો ગમે. અવ્યવસ્થા મનને અને મગજને ખટકે છે. કોઈ માણસ ઢંગધડા વગરનું બોલે તો તે સાંભળવું આપણને ગમતું નથી; પણ જો એ રચનાપૂર્વક શબ્દો વાપરે, એની પાછળ વિચારણા હોય તો એનાથી સામા માણસનો પલટો થઈ જાય.
માણસનો સ્વભાવ છે કે તે સારું પસંદ કર્યા વગર રહેવાનો નહિ. દુનિયાને પણ સારું જ ગમે છે. દુનિયાને સારો માણસ જ ગમે છે. ‘A thing of beauty
ધર્મરત્નનાં અજવાળાં ૧૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org