________________
રાજાએ કણાદને પ્રથમ સોનાનો થાળ ભેટ ધર્યો. કણાદે એ પાઠો ઠેલ્યો ત્યારે રાજાએ કણાદને રત્નોનો થાળ મોકલ્યો; પણ કણાદ તો સંતોષનો સ્વામી હતો. તેને આ રત્નો આનંદ આપે એમ ન હતું. એને પ્રસન્ન કરવા માટે તો ભક્તિની જરૂર હતી.
જેને જિંદગીમાં દુન્યવી સુખોની જ ભૂખ છે તે ભિખારી છે. મનની આવી ભૂખ માણસને અંદરથી ભિક્ષુક બનાવે દે છે. સાચા સાધુઓ તો સંસારબગીચાનાં પુષ્પોમાં ભમનારા ભમરાઓ છે. તેઓ કોઈ પણ પુષ્પને દંશ કે ક્લેશ આપ્યા વિના પુષ્પોનો રસ લઈ આત્માને પરિતૃપ્ત કરી વિહરે છે.
ખરો સાધુ તો વિપ્નોની સામે પણ પ્રસન્નતાપૂર્વક ઊભો હોય છે. એના આત્માના પ્રત્યેક પ્રદેશમાં ત્યાગનો રંગ લાગેલો હોય છે. આજના કેટલાક સાધુઓનો ભગવો રંગ કાચો છે. જરાક રાગ કે પ્રલોભનનું પાણી અડતાં એ ધોવાઈ જાય છે. જ્યારે આપણે તો ચિત્તની અવિકલ્પ દશા કેળવવાની છે. પ્રભુભક્તિની આ પ્રભાવના વગર ધર્મઅમૃતની સાચી મીઠાશ આપણે નહિ જાણી શકીએ.
રાજાને થયું કે કણાદ સોના અને રત્નોની ભેટો પાછી ઠેલે છે, ત્યારે જોઉં તો ખરો કે એની પાસે એવું શું છે ? એ કણાદની પાસે રાત્રે આવે છે. કણાદ સૂતા છે. રાજા આવીને એના પગ દાબી રહ્યો છે. કણાદ જાગે છે અને પૂછે છે, “હે રાજન તમે મારા પગ શા માટે દાબો છો ? મારો જેવો ભિખારી જે ધોળે દિવસે પણ તમારે ત્યાં ભીખ માગવા આવ્યો નથી, એની પાસે તમે રાત્રે આવા અનુચરના વેશમાં શા માટે આવ્યા છો ?'
રાજાએ કહ્યું : “આપ સુવર્ણસિદ્ધિ જાણો છો, તે મને આપો.”
કણાદે હસીને કહ્યું, “રાજન, પ્રભુનું નામ એ જ પારસ છે. તે આ જીવનરૂપી લોખંડને અડે તો માટીની કાયા સોનાની થઈ જાય.'
રાજાને હવે જ્ઞાન થઈ ગયું કે સોનાની સિદ્ધિથી માણસને મુક્તિ નથી લાધતી; માણસના મૃત્યુ સમયે સોનાની દીવાલો આડી ઊભી રહી નથી શકતી. આત્માનું લોખંડ, પરમાત્માનો પારસ-સંયોગ થતાં સોનું બની જાય. જેને સંતોષનું આ સોનું મળી ગયું એના જેવો ધનાઢ્ય જગતમાં કોઈ નથી. આ સંતોષની ભાવના આપણી પ્રકૃતિમાં વણાઈ જવી જોઈએ.
લોભ, ક્રોધ, માન, માયા અને મોહ તો જીવનને કોરી ખાનારી વસ્તુ છે. આપણે તો એ સર્વની ઉપર વિજય મેળવીને જીવનને સૌમ્ય બનાવવાનું છે. માણસની પ્રકૃતિ જ્યારે આવી સૌમ્ય બને છે ત્યારે એ કદી પણ ક્રૂર કાર્ય કરી શકતો નથી. બાકી તો જ્યાં સ્વભાવમાં ક્રૂરતા છે ત્યાં આ પ્રકૃતિસૌમ્યત્વ નહિ
ધર્મરત્નનાં અજવાળાં છે ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org