________________
૨૧. ધર્મી જીવનનું સાફલ્ય
માણસ માયા વગરનો હોય છે તે
O પોતાના આત્માનું તેમ જ આસપાસનું હું ભલું કરી શકે. ધર્મી કહેવરાવનારનું મન
સ્વચ્છ અને પારદર્શક હોવું જોઈએ. સ્ફટિકપણું એ એની ખાસ વિશેષતા છે.
જેનું મન મલિન હોય, જે કપટી હોય, જે છળકપટ કરે તે કદાચ દુનિયામાં ધર્મી ગણાઈ જાય તો પણ એ વિશ્વસનીય નથી હોતો. મન કહેશે કે એનું મન ચોખું નથી, માટે એનાથી ચેતજો.
ધર્મી માણસ વિશ્વસનીય હોવો જોઈએ. લુચ્ચો કે મુત્સદ્દી નહિ. મુત્સદ્દી એવો હોય છે કે એનું મન કોઈને એ પામવા દેતો નથી, અને બીજાનું મન જાણ્યા વગર એ રહેતો નથી. લુચ્ચાનો સુધારેલો પર્યાયવાચક શબ્દ એટલે આ “મુત્સદ્દી'.
ધર્મી માણસ સ્ત્રી, બાળક, વૃદ્ધ ગમે જ તેની પાસે જાય પણ એના ચારિત્ર્ય, એની જે સરળતા અને ક્રિયા માટે કોઈને ભય ન છ રહે. જેને કોઈ માયા નથી તે સાચો અશઠ.
ધર્મરત્નનાં અજવાળાં ૮૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org