________________
ભાતું ખાઈ ગયો. ડોશી ભૂખી થઈ છે, વિચારે છે ત્યાં એક વણજારો આવ્યો ને ખાવા બેઠો. એણે માજીને પણ ખાવા બોલાવ્યાં. વણજારામાં માનવતા હતી. એણે માજીને બોલાવ્યા અને બેઉએ સાથે બેસી પ્રીતથી ભોજન કર્યું. છૂટાં પડતાં માજીએ કહ્યું કે આ અન્નનું ઋણ હું ક્યારે ફેડીશ ? કારણ, ખાઈને રાજી થવું, એમાં મારું ગૌરવ નથી; ગૌરવ તો ખવરાવવામાં છે. પેલો વણજારો કહે છે કે તમારી સાથે જમવામાં તો મારું અન્ન સફળ થયું; તમે જમીને મારી ઉપર ઉપકાર કર્યો છે.
હું ફલાણા ગામમાં રહું છું; મારું નામ ગજરા. કામ પડે ને યાદ કરશો તો ઉપકાર થશે.' એમ કહીને ડોસીએ વિદાય લીધી. એ વાતને દસ વરસ થઈ ગયાં. પણ ડોશી રોજ વિચાર કરે છે કે પેલા વણજારાનો ઉપકાર હું ક્યારે વાળીશ ?
એ આવા વિચાર કરી રહી છે; ઉપકારની વાતોમાં જ એનું મન રોકાયેલું છે. આને કાળે માણસને જીવનના ઊંડાણમાંથી સરસ ચિંતન મળે છે અને સુંદર ભાવના જાગે છે. એ વિચારોમાં જ માણસે આગળ વધવાનું હોય છે.
પણ માણસમાં આ શક્યતા છતાં આજ એ કેવો બની ગયો છે! પરદેશનો કોઈ માણસ કરોડપતિ થઈ જાય તો એને દુ:ખ નથી, પણ એનો ભાઈ કરોડપતિ થઈ જાય તો એને ઈર્ષા જાગે છે. આ દશા છે. આજે જગતમાં ઘણાને ઈર્ષાનો આ ક્ષય (ટી.બી.) લાગુ પડ્યો છે. સર્વત્ર ઈર્ષા જ પ્રગટ થઈ રહી છે અને એ માણસના લોહીને બાળી રહી છે.
આવી જ રીતે માણસ કીર્તિ અને પ્રશંસા પાછળ ગાંડો બની રહ્યો છે. પણ એ કીર્તિ તો પાણીની ઉપર લખેલા અક્ષર જેવી છે; એ કાંઈ બેસી રહેવાની નથી. આત્મસમાધિ માટે કરેલાં ઉજ્વળ કાર્યો સિવાય અહીં શું રહેવાનું છે ? માણસનું જીવન તો પાણીના પરપોટા જેવું છે. કાળબળના પ્રવાહમાં એનું સ્થાન શું ?
માણસને આજે એવી ભૂખ લાગી છે કે બીજાનું નામ ભૂંસી, હું ત્યાં મારું નામ લખું, કીર્તિ પામું ! એ ભૂલી જાય છે કે જેમ તું બીજાનું નામ ભૂસવા તૈયાર થયો છે એમ, તારા પછી આવનારો, તારું નામ શા માટે નહિ ભૂંસે ? સંસારનું આ દર્શન છે ! આજે સૌ આમ અભિમાન, ગૌરવ, અહંકારમાં મસ્ત છે. પછી વિચાર કોણ કરે ?
પછી તો દસ વરસ ચાલ્યાં ગયાં. એકવાર પેલો વણઝારી પકડાયો. એ નિર્દોષ હતો. પણ એને આ ગામમાં કોઈ ઓળખે નહિ. રાજાએ પૂછ્યું : 'તમે નિર્દોષ છો એનો પુરાવો છો ? તમને કોઈ ઓળખે છે ?' વણજારાને પેલી
ધર્મરત્નનાં અજવાળાં - ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org