________________
સારામાં સારી વસ્તુ પણ આસપાસના વાતાવરણને લીધે ખરાબમાં ખરાબ પણ દેખાય. પારદર્શક સ્ફટિકની પાછળ કાળી વસ્તુ પડી હોય તો એ સ્ફટિક, શ્વેત શુભ્ર હોવા છતાં કાળું દેખાય.
માણસ પણ વાતાવરણ અને સંયોગોના લીધે આવો બને છે. બીડી કે દારૂ પીનારને પૂછો. આ ટેવ જન્મથી સાથે લઈને આવ્યા છો કે ? ખરાબ વસ્તુ એકદમ નથી કરી શકાતી. એ માટે ધીરે ધીરે ટેવ પાડવી પડે છે. મારા દૂરના એક કાકા હતા. હું નાનો હતો ત્યારે એમની પાસે બેસતો, રમતો. એક દિવસ કહે : “બેટા, અહીં આવ. ચાલ જોરથી એક દમ લગાવ જોઈએ.' એમ કહી એણે મારા મોંમાં બીડી મૂકી. મેં દમ માર્યો. શું કહું ? ગુંગળાઈ ગયો, ગળું અને મગજ ભરાઈ ગયાં; દમ નીકળી ગયો, આંખમાં પાણી આવ્યાં. ખાંસી જ ખાંસી. કાકા ગભરાયા. મેં કહ્યું : “કાકા, બિસ્કિટ કે ચોકલેટ આપવાને બદલે આ દમ મારવાનું તમે શું કહ્યું ?
આજે ઘણાને હું વ્યસનમાં મગ્ન જોઉં છું ત્યારે મને મારા એ કાકા યાદ આવે છે. જેણે પણ બીડી કે સિગારેટ પીવાની શરૂઆત કરી હશે તેની દશા પહેલાં તો મારા જેવી જ હશે ને ! ધીમે ધીમે માણસ એ ખરાબ વસ્તુઓથી ટેવાઈ જાય છે. પછી તેને તે વસ્તુ વગર ચાલતું નથી. આવી કુટેવની ટેવ પાડ્યા વિના એકદમ કાંઈ ખરાબ ન થવાય.
ગાળથી ટેવાયેલા માણસો, અલ્પવિરામ અને પૂર્ણવિરામની જેમ હલકા શબ્દો વાપરતા હોય છે. પણ સારા માણસને એવો શબ્દ સ્વપ્ને પણ મોમાં નહિ આવે, એને તમે પૈસા આપશો તો પણ એ એવા શબ્દને નહિ ઉચ્ચારે. એને એવો શબ્દ ઉચ્ચારતાં લજ્જા આવશે.
કળિયુગ, ધર્મરાજ પાસે આવ્યો અને પૂછ્યું : “હું ક્યાં જાઉં ? મારે માટે જગ્યા ક્યાંય નહીં ?'' ધર્મરાજાએ કહ્યું : “તું ત્યાં જઈને રહે જ્યાં જુગાર હોય, ચોરી હોય, અત્યાચાર હોય, દારૂ હોય.' કળિયુગ કહે : “દારૂ, જુગાર, ચોરી અને અત્યાચાર બધાં જ એક ઠેકાણે ભેગાં થાય તે કેમ ખબર પડે ?'' ધર્મરાજા કહે : “જ્યાં તને પૈસો દેખાય, ધનનો ઢગલો દેખાય, ત્યાં આ ચારે વસ્તુ હશે.'' કળિયુગ કહે : “બધા પૈસાદારોને ત્યાં આ ચારે હોય ?” ધર્મરાજા “ઊભો રહે. જરા સમજ, નહીં તો ભૂલ કરીશ. જે ઘરમાં ધર્મ હોય, સાધુ અને સંતનું નામ હોય, સદાચારની પૂજા હોય ત્યાં પૈસો હોય તોય આ ચારમાંનું એકે નહીં હોય.'' પૈસો ખરાબ છે, પણ ધર્મ અને નીતિથી એ શુદ્ધ બને છે. પૈસો આવે સાથે દુર્જન આવે; ધીમેધીમે દુર્જનના સંગની ટેવથી માણસ ખરાબ થતો જાય. આ ખરાબીને રોકવાનો એક જ માર્ગ છે. સજ્જન સંગે
કહે :
Jain Education International
૨૫૨ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org