________________
કામવાસનાનું સ્થાન પણ ઉદર-બિલાડીના ખેલ જેવું છે. બિલાડી થોડીક વાર ઉંદરને રમવા-કૂદવા દે છે, પણ છેવટે તો એનો પંજો એની ઉપર પડવાનો જ છે. એવું જ દુર્ગુણો અને કામવાસનાનું છે. શરૂઆતમાં કામ માણસને રમાડે છે પણ છેવટે એ જ કામ માણસને હડપ કરી જાય છે.
અજ્ઞાની માનવી ભ્રમણા અને ગર્વથી ફુલાય છે, અને વડીલો કે ગુરુજન, કોઈના શબ્દોને સન્માનતો નથી. અક્કડ મસ્તકે એ જગતમાં ફરે છે. આવા માણસનું મસ્તક ભલે થોડો વખત ઊંચું રહે, પણ એના જીવનનો અંત નીચો જ રહેવાનો છે.
એક પ્રશ્ન આપણે અહીં વિચારવા જેવો છે. દુનિયામાં મોટું કોણ ? માનવી કે એનો પડછાયો ?'
માનવીએ એના પડછાયાને માફક આવે એવું જીવન જીવવાનું કે એની અંદરના ચેતનને ઓળખીને જીવવાનું ?
જીવનના આવા અણઉકલ્યા કોયડાનો ઉત્તર ઘણો જ ગહન છે.
માનવી અને પડછાયો બે જણા આ પ્રશ્નનો નિકાલ ન કરી શક્યા, એટલે એક દેવવિહોણું સૂનું મંદિર હતું ત્યાં ગયા. ત્યાં જઈને ઊભા રહ્યા, અને હાથ જોડી કહેવા લાગ્યા : “દેવ ! તમે જ કહો, કોણ મોટું ? માનવી કે એનો પડછાયો ?'
ત્યાં અવાજ આવ્યો, “શાંત થાઓ; કોઈ આવે છે.” માનવી અને પડછાયો એક ખૂણામાં છુપાઈ ગયા.
એ વખતે એક ધનવાને પ્રવેશ કર્યો, ને અતિ ખિન્ન વદને બોલ્યો, “પૈસા હતા ત્યારે સૌ મારા સ્વજન થવા આવેલા; આજે પૈસા રૂપી પડછાયો નથી એટલે સૌ મારાથી દૂર ચાલ્યાં ગયાં છે.'
વિચારો, જગતે કોને માન આપેલું ? માણસને કે એની સંપત્તિને – એના પડછાયાને ?
થોડી વારે એક સત્તાધીશ ત્યાં આવ્યો. આજે એ સત્તાહીન છે, નિવૃત્ત છે. આવીને બબડવા લાગ્યો.
મારા હાથમાં સત્તા હતી ત્યારે સૌ મારી આસપાસ વિંટળાતા, ઝૂકી ઝૂકીને સલામો ભરતા. આજે મારો એ સત્તાનો પડછાયો જતાં, શું મારી કાંઈ જ કિંમત નહિ ? જગત શું માણસને નહિ, એના પડછાયાને જ નમે છે ?
જરા વાર પછી ત્યાં એક ધનિક આવ્યો. ગઈ કાલે એને સૌ “લખો' કહેતા તે આજે ધનના ઢગલાથી લક્ષ્મીચંદભાઈ' બની ગયો. કારણ ? એની સાથે આજે એના ધનનો પડછાયો છે અને લોકો તેની વાહ વાહ કરી રહ્યા
ધર્મરત્નનાં અજવાળાં ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org