________________
છે. એણે નમન કરી કહ્યું : “હે દેવવિહોણા મંદિરના દેવ ! તને વિનવું છું કે મારો સંપત્તિનો પડછાયો અમર રાખજે.”
જગતમાં સર્વત્ર આ બની રહ્યું છે. માનવી એના આસન-સિંહાસનથી મોટો થઈ રહ્યો છે, જ્યારે માણસ પોતાનું, અંદરનું ખરું અસ્તિત્વ બતાવી નથી જીવતો ત્યારે આમ, પડછાયો જ એના કરતાં મોટો બની જાય છે.
જીવનમાં જ્યારે માણસ કરતાં એનો શણગાર વધી જાય છે, ત્યારે શણગારના એ પડછાયામાં એ અટવાઈ જાય છે.
આપણે સમજવાનું છે કે સાચી વસ્તુ તો માનવી છે; પડછાયો તો બાહ્ય વસ્તુ છે, માણસને લઈને એ છે, પણ આજે આનાથી ઊંધું બની રહ્યું છે. માણસ જાણે એને લઈને છે, એનાથી પૂજાય છે; પણ અંતે તો માનવીને મૂકીને એ ચાલ્યો જ જાય છે.
આપણા જીવનના બે વિભાગ છે, એક બહારની દુનિયા, બીજી અંતરની દુનિયા. બહારનો ખજાનો ગમે તેટલો વધારે હશે છતાં એથી સાચો આનંદ નહિ આવે. એના ભભકાથી લોકો અંજાશે, પણ જો તમારી અંદરનો ખજાનો સમૃદ્ધ નહિ હોય તો તમને સુખ નહિ મળે. કોઈ આપણી પાસેથી ન પડાવી શકે એવી જે વસ્તુ છે તે આપણું જીવન, સ્વત્વ છે; બહારનો ખજાનો નહિ.
કારણ ? અંદરથી જો માનવી ખાલી હશે તો એ બેચેન બનવાનો છે, એકાંતમાં એના વિચારે એ અકળાઈ જવાનો છે.
ખાલી અંતર તો એક ખંડિયેર જેવું છે; જેમાં ભયની ભૂતાવળો જ ભમતી હોય છે. માટે માણસે એના અંતરને સભર રાખવાનું છે. પણ અંતરની એની આ સમૃદ્ધિ બતાવે એવી વ્યક્તિની એને જરૂર છે. એવા વાંચન અને મનનની જરૂર છે. તો જ જીવનનો ખરો આનંદ આપનાર અંતરનો અનંત ખજાનો એ જોઈ શકે, પામી શકે અને એનો આનંદ એ માણી શકે.
આજે લોકો ભૂતકાળના જ ગુણ ગાયા કરે છે. પણ એની સુંદર વાતોથી અને સંસ્મરણોથી જ આશ્વાસન લઈને બેસી રહેવું એ તો વાસી ભોજન જેવું છે. વર્તમાન જીવન જ એક ઉપયોગી છે. વર્તમાનનું જીવન જ એક ઉપયોગી બાબત છે. પૂર્વજોના સગુણ જરૂર અપનાવો, પણ એમની પાછળ ખોટી ઇજ્જત સાચવવા ખુવાર ન થાઓ.
તમારી પાસેની વસ્તુઓ માગી લાવેલી હશે તો એની ચર્ચા સમાજમાં જરૂર થવાની. જરૂરિયાતોને ઘટાડીને જીવનાર જેવો રાજવી બીજો કોઈ નથી.
સાધુ કોઈને કાંઈ દુન્વયી વસ્તુ આપી દેતા નથી, એટલું જ નહિ પણ
૧૬ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org