________________
હોવું જોઈએ. ધર્મી માણસ દૂર, નિષ્ફર, નફ્ફટ હોઈ શકે નહિ. જેના અંતરને બીજાનાં દર્દની અસર થતી નથી, એ ધર્મી બની શકે નહિ.
પણ માણસમાં જો જ્ઞાન ન હોય તો આ દયા જણાય કેમ ? અજ્ઞાની માણસ અહિંસા અને હિંસાનો વિવેક કેમ કરે ? દયાનું કાર્ય કરવા જાઓ ત્યારે તમારે જ્ઞાન લઈને જવું જોઈએ. જે લોકો દયા-અદયાનો ભેદ ન સમજે, બે વચ્ચે વિવેક ન કરી શકે, એ દયાને નામે હિંસા કરે અને છતાં કહેવડાવે કે પોતે દયાળુ છે. દયાનું કાર્ય કરતી વખતે, જ્ઞાનનો પ્રકાશ જો લાગણી ઉપર નહિ હોય તો કાર્ય નામનું જ – અર્થહીન બનશે.
માટે કાં તો જ્ઞાની બનો અને કાં તો જ્ઞાનીની સલાહ લઈને વર્તો. જ્ઞાનીને ચરણે બેસી, અર્પણભાવે શીખો. આજે લોકો જરાક જાણે ત્યાં એને જ્ઞાનનો ગર્વ આવી જાય છે, અથવા તો જ્ઞાનની જડતા આવી જાય છે. અંધારામાં ગોળ તો ગળ્યો જ લાગે છે, પણ એટલું તો જ્ઞાનથી જુઓ કે એની ઉપર ગરોળીની લાળ તો નથી પડીને !
જે માણસ અભણ હોય અને કબૂલ કરે કે એ પોતે સમજતો નથી તો એને જલદીથી સમજાવી શકાય છે; પણ જે જાણતો નથી અને છતાં જાણ્યાનો દંભ કરે છે એને સમજાવવો મુશ્કેલ હોય છે.
જ્ઞાની માણસથી ભૂલ થઈ જાય છે તો એ તરત જ ભૂલને જોઈ શકે છે અને સુધારવા મથે છે. વિશેષજ્ઞની આ વિશિષ્ટતા છે. ડાહ્યા માણસને ભૂલ કબૂલ કરતાં વાર નહિ લાગે, પણ જે અર્ધદગ્ધ છે, અર્ધજ્ઞાની છે અને છતાં પોતાને પંડિત માને છે એ તો કહેશે કે તમે કહ્યું એ તો હું જાણતો જ હતો; હું એમ જ કરવાનો હતો. આવા માણસને તો બ્રહ્મા પણ ન સમજાવી શકે. આવા માણસના જીવનમાં ક્યાંય આરો નથી.
માટે કાં તો જાતે જ્ઞાની બનવા મથો અથવા તો જ્ઞાની તે નિશ્રામાં રહો અને એની સૂચનાનું પાલન કરો; તો કોઈક દહાડો પણ તરવાની આશા રહેશે. જ્યાં શરણાગતિ ન હોય, જ્યાં શ્રદ્ધા ન હોય ત્યાં માણસ ક્યાંયનો નથી રહેતો.
આપણે ભવસાગરમાં નકામા ભટકીને ભવ પૂરો કરવાનો નથી પણ આગળ વધીને વિકાસ સાધવાનો છે. એટલે કાં તો પૂર્ણ જ્ઞાન કેળવી જાણો અથવા જ્ઞાની માર્ગદર્શક પાસેથી એ જાણી લો.
એક માણસને કૂતરું કરડ્યું. સાત ઇંજેક્શન લેવાં પડ્યાં અને તે બચી ગયો. પછી એને થયું કે કોઈ બીજાને આમ કૂતરું કરડશે તો ! એને દયા આવી અને તેણે પચાસ હજાર રૂપિયાનું દાન કર્યું કે બધાં કૂતરાંને ઝેર આપી મારી નાખો, કે જેથી એ કોઈને કરડે નહિ. એણે માણસને બચાવવા, આમ દયા
ધર્મરત્નનાં અજવાળાં કે ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org