________________
એક ગાંગડો મોંમાં નાખી અનુભવ કરશો તો એમાં વધુ જ્ઞાન અને આનંદ મળશે.
આપણે એ સમજવાનું છે કે કાયા કૃશ હશે તો ચાલી શકશે પણ આત્માને કૃશ કરશો તો નહિ ચાલે. તેજસ્વી પુરુષોની કાયા કેટલીક વાર કૃશ હોય છે પણ અંદરનો એમનો આત્મા ઝગમગતો હોય છે.
આજ સુધી આપણે કાયાને પુષ્ટ કરવામાં જીવતર વિતાવ્યું છે; હવે આત્માને પુષ્ટ કરવા મથો. આ માટે જ્ઞાનની વાતો સાંભળો, લબ્ધલક્ષ બનો.
એક વખત એક માણસને બે કુંભ આપવામાં આવ્યા. એને કહેવામાં આવેલું કે ડાબા હાથમાં સંપત્તિનો કુંભ રાખજે અને જમણા હાથમાં શાન્તિનો કુંભ. એને આજ્ઞા આપવામાં આવેલી કે જગતમાં તું સંપત્તિ વહેંચજે, અને શાન્તિને જાળવજે; તો તું પૂર્ણ સુખી થઈશ.
કુંભ લઈને એ માણસ રસ્તે ચાલ્યો જાય છે ત્યાં એને પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા માટે એણે હાથમાંના બેઉ કુંભ નીચે મૂક્યા. પણ ડાબાજમણી બદલાઈ ગયા. એ લક્ષ્યમાં ચૂક્યો. હવે એ બે કુંભ લઈને સંસારમાં ગયો અને સમજણ વગર શાન્તિ વહેંચવા માંડી અને સંપત્તિ જાળવવા માંડી. બસ ત્યારથી આખી માનવસમાજ ભુલભુલામણીમાં પડ્યો છે. શાન્તિ વેચીને એ સંપત્તિ મેળવવા ફાંફાં મારે છે.
આ ભુલભુલામણીમાંથી બહાર નીકળવા માટે આપણા જીવનમાં લક્ષ્યબિંદુ આવવું જોઈએ. આપણે લબ્ધલશ થવું જોઈએ. તા. ૮-૯-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org