________________
૫૧. લક્ષ્યબિંદુ
જ વનનું દરેક કાર્ય લબ્ધલક્ષવાળો જ છે. માણસ લક્ષ રાખીને જ કરે, હું વ્યવસ્થિત ને વિચારણાપૂર્વક જ કરે. વહાણ
જ્યારે એનું લંગર ઉઠાવે છે ત્યારે એનું પહોંચવાનું બંદર નક્કી થઈ ગયું હોય છે.
જીવનના કોઈ પણ ક્ષેત્ર માટે લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. આ પ્રમાણે, આપણે શા માટે જન્મ્યા છીએ, શા માટે જીવવું છે, એનો વિચાર કરવો જોઈએ. જેના જીવનમાં લક્ષ્ય નથી તેની દશા, બંદર વગરના નાવિક
જેવી થાય છે. એવાને કોઈ કિનારો, કોઈ * બંદર હાથ આવવાનું નથી.
મુંબઈમાં બહારગામથી કોઈ આવી ચડે અને રસ્તે ચાલ્યો જતો હોય, એને તમે બંડ પૂછો કે ક્યાં ચાલ્યા ? તો કહેશે : “ખબર
નથી.” “ક્યાંથી આવ્યા ?' તો કહેશે : ખબર નથી.” “ક્યાં જવું છે ? તો કહેશે : ખબર નથી.' આવાને તમે ડાહ્યો કહો ખરા ?
આપણી બધાની દશા પણ આવી જ * નથી ? બધા ઉતાવળમાં જીવે છે; કોઈને
૨૦૮ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org