________________
મહાપુરુષો તો તમારું શ્રેય ઇચ્છી, તમારા આત્માના ઉદ્ધાર માટે અમૂલું એવું દાન આપી જાય છે.
માટે જ્ઞાનીઓ કહી ગયા છે કે આપણને સાધન આપે છે માટે માતપિતાનો ઉપકાર છે અને તેથી એમને નમસ્કાર ઘટે છે. પણ સદ્ગુરુ તો આ ભવ માટે જ નહિ, ભવોભવને માટે આપણી આંખોમાં જીવનનું અમૂલું અંજન-સૂરમો એ આંજી આપે છે અને આપણને નવું દર્શન કરાવે છે. આથી, વિશ્વના આપણા સર્વ સ્નેહીજનો અને સ્વજનો કરતાં આ ગુરુઓ આપણા વધુ ઉપકારી છે.
પચ્ચીસસો વર્ષ પહેલાં, શ્રમણ ભગવાન મહાવીર આપણને આ બધું શા માટે આપી ગયા હશે, એનો વિચાર કરો. એમને અંતરે તો એક જ હિત હતું કે માનવજાતનું કલ્યાણ કરવું. આ નિર્મળ ભાવનાથી એમણે આ સર્જન કર્યું. એટલે તમે જોશો કે આપણા સાચા સ્નેહીઓ તો આવા પુરુષો જ છે, જેઓ આપણને સંસારના કીચડમાંથી બહાર કાઢવા મથે છે.
બાળક નાનું હોય અને એ સાચા સર્પને રમકડું માની ઝાલવા માટે હાથ લંબાવે, તો મા એના બાળકને પાછો ખેંચી લે છે અને તેમ કરતાં કદાચ અણસમજુ બાળક માને હાથે બચકું ભરી લે છે તોય મા એને છોડતી નથી. બાળકને ત્યારે તો આકરું લાગે છે પણ એમાં જ એનું હિત છે એ મા જાણે છે.
આ પ્રમાણે, આપણા ગુરુઓ પણ મા જેવા હોય છે. વિષયો રૂપી સર્પ સાથે આપણે જ્યારે રમવા માટે લલચાઈએ છીએ ત્યારે ગુરુઓ આપણને અટકાવે છે. એ ત્યારે તો આકરા લાગે છે પણ છતાં એ જ આપણા જીવનું હિત કરે છે.
શ્રોતાઓમાં પણ જુદા જુદા વર્ગો હોય છે. કેટલાક કાન્તાસમિત હોય છે. એમને, નાની નાની વાતો કહીને બાળક અને સ્ત્રીની જેમ સમજણ આપવાની હોય છે; બીજા મિત્રસમિત. એમની સાથે દલીલો, તર્ક વગેરેથી ચર્ચા થાય; અને ત્રીજો વર્ગ તે પ્રભુસમિત. આવો માણસ પ્રથમની બે ભૂમિકા ઓળંગી ગયો હોય છે અને તેથી એના દિલમાં ગુરુઆજ્ઞા માટે શંકા જ જન્મતી નથી; એ તો ગુરુ આજ્ઞા મુજબ જ જીવે છે. અને જે શિષ્ય આમ ગુરુની આજ્ઞામાં રહે છે, તેનો વિચાર ગુરુને કરવો પડે છે. પણ આ સ્થિતિ એકદમ નથી આવતી. એ માટે તો લબ્ધલક્ષ થઈ અનેક જન્મો સુધી સાધના કરવી પડે છે.
આ જ્ઞાન એ માત્ર ચર્ચાનો વિષય નથી; એ તો આચરણની વાત છે. આટલા માટે જ્ઞાનીઓએ કહ્યું કે ગળપણ વિષે સો ગ્રંથ વાંચવા કરતાં, સાકરનો
૨૦૬ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org