________________
સતત પ્રેરણા આપવાની આજે જરૂર છે, આવી ધર્મની દૃષ્ટિ માણસને આફતો, દુ:ખો અને વ્યસનોમાંથી ઊંચે લાવે છે.
પણ ધર્મ સમજવો એ જુદી વાત છે અને એને આચારમાં વણવો, એ જુદી વાત છે. મેઘકુમારે ભગવાન મહાવીરનું પ્રવચન સાંભળ્યું અને એના અંતરમાં એ ઊતરી ગયું; એનો ઉપદેશ પણ એણે અંતરમાં ઉતાર્યો, ત્યાં સુધી તો માને વાંધો ન હતો, પણ પછી જ્યારે મેઘકુમારે, સાંભળેલા ઉપદેશને અમલમાં ઉતારવાની વાત માને કરી ત્યારે માને લાગ્યું કે છોકરો હવે હાથથી જાય છે. આનું કારણ એ હતું કે મા એના છોકરાને સાંભળવા દેવા તૈયાર હતી, પણ એ સાંભળીને સાધુ થઈ જાય, એ માટે એ તૈયાર નહોતી. આમ ધર્મને ઉપરથી આચરવામાં સર્વ સંમત થવાના, પણ આંતરિક ધર્મના દર્શનથી સૌ ચમકે છે. માટે ધર્મનાં મૂલ્યાંકનો સમજી એને આચરવાં એ વધુ જરૂરી છે.
જ્યારે પક્ષનું, ઘરનું વાતાવરણ નિરુત્સાહી હોય છે ત્યારે માણસની પ્રગતિ રૂંધાઈ જાય છે. એ તો જેનું ભાગ્ય સારું હોય, જેણે પુણ્યનો પ્રકાશ મેળવ્યો હોય તેનું સ્વજન તેને અનુકૂળ થાય છે. એ પોતે ધર્મશીલ હોય છે અને તેથી પ્રગતિની અંદર એકબીજાને તેઓ પૂરક બની શકે છે.
ઘણી વાર સ્પર્ધાને લીધે પણ પ્રગતિમાં સહાય મળે છે. આવી સારી, ધાર્મિક જીવનની સ્પર્ધા, માનવીને ઊંચા સોપાને લઈ જાય છે.
જ્યારે ઘરના વાતાવરણમાં અનુકૂળતા ન હોય, બધાનો એકરાગ ન હોય ત્યારે મતભેદ જાગે છે; છેવટે એમાંથી મનભેદ થાય છે અને એકતા તૂટી જાય
માટે, વિચારો કે વસ્તુમાં આનંદ છે કે મનમાં આનંદ છે ? ગળ્યું ખાવાનું કર્યું હોય પણ ઘરમાં ઝઘડો થાય તો કલહના વાતાવરણને કારણે, દૂધપાક પણ મીઠો નહિ લાગે. આની સામે, વાતાવરણની પ્રસન્નતા હોય તો રોટલો અને કઢી પણ મીઠાં લાગે છે. એટલે, આનંદ અશાન્તિમાં નથી; આનંદ તો અંદરની તૃપ્તિભરી શાન્તિમાં રહેલો છે.
આજે એવા ઘણા સામાજિક કાર્યકરો દેખાય છે કે જેમના ઘરમાં ભડકા બળતા હોય છે. અને બીજાને એ જ્ઞાન દેવા નીકળે છે. ઘરની આગ હોલવ્યા વિના, દેશું ભલું કરવા નીકળી પડેલા આવા કાર્યકરો આજ વધી પડ્યા છે.
તમે ધર્મી બનવા માગતા હો તો સુપક્ષ તૈયાર કરો. એવું જીવો કે જેથી તમે કદાચ ચાલ્યા જાઓ, પણ તમારા વિચારો, તમારાં સંતાનો અને સ્વજનો દ્વારા જગતમાં જીવતા રહે.
બાળક માટે સંસ્કૃતમાં આત્મજ શબ્દ વપરાયો છે. જે આત્માના સંસ્કારથી
ધર્મરત્નનાં અજવાળાં 5 ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org