________________
सुखदुःखे प्रियाप्रिये બીજાનાં દુ:ખનો પડઘો આપણા હૃદયમાં પડે તો એક વિચારનો ઉદ્ગમ થાય કે મને નથી ગમતું તે બીજાનેય નથી ગમતું; મને ગમે છે તે જ બીજાને ગમે છે. આમાંથી જ વિશ્વ-એકાત્મભાવ ધીમે ધીમે પ્રગટે છે. સ્વદયા અને ૫૨દયાની સાથે આ ત્રીજી ભાવના વિશ્વ-એકાત્મભાવની પણ ખાસ જરૂર છે. એનાથી વિશ્વ સાથેનો, જિંદગી સાથેનો સંવાદ જાગે છે. પછી તો એ માણસ બધામાં શુભની ભાવના જોતો થાય છે; એ દ્રષ્ટા બને છે. પણ આવું દર્શન માત્ર આંખથી નહિ, વિચાર-આત્મા દ્વારા આવે છે.
આપણે તો વિશ્વમાં સંવેદન જગવવાનું છે. જેમ એક દિલરુબા કે સિતારના એકાદ તારને પણ તમે સ્પર્શો તો બીજા બધા તાર રણઝણી ઊઠે છે, એ રીતે વિશ્વના માનવીઓ સંગે આપણે સહાનુભૂતિ રાખી શકીશું તો આખા વિશ્વ સાથે તાદાત્મ્ય સાધી શકીશું.
માટે યાદ રાખો કે મને ગમે છે તે જ બીજાને ગમે છે; મને દુ:ખકર છે એ બીજાનેય દુ:ખકર બને છે. આથી દરેક શબ્દ બોલતી વખતે વિચારો કે આ શબ્દ સામાને ગમશે ?
માનો કે તમને કોઈને ‘નાલાયક' કહેવાનું મન થયું. તો પ્રથમ એ શબ્દ તમને પોતાને લગાડી જુઓ અને તમને ન ગમે તો બીજાનેય નહિ ગમે એમ માની એ છોડી દો. માણસને મોઢું મળ્યું છે માટે બોલી કાઢવું એમ ન ચાલે. અંદરથી શબ્દ આવે કે જરી એને ઊભો રાખો. તમે વાપરવા ધારેલ વિશેષણ તમને સારું, વહાલું લાગે છે ? આમ વિચારો. પણ આજ તો દયાની માત્ર વાતો રહી ગઈ છે, અને વિશ્વ સંગેની અનુભૂતિ, સંવેદનના તાર તૂટી ગયા છે.
એક વાર એક વણજારો થોડુંક સોનું વેચવા માટે એક ચોકસીને ત્યાં ગયો. જઈને કહ્યું કે શા ભાવે સોનું ખરીદશો ? ચોકસીએ કહ્યું કે રૂપિયે તોલો. વણજારાને તો આશ્વર્ય થયું. ‘રૂપિયે તોલો ?' એને થયું કે ત્યારે તો એ જ ભાવે હું જ સોનું ખરીદું તો કેવું ! એણે ચોકસીને કહ્યું કે ત્યારે તો હું જ એ ભાવે થોડું સોનું ખરીદવા માગું છુ; તો એ ભાવે મને સો તોલા સોનું તોળી આપો. ત્યારે ચોકસી કહે કે મારા સોનાનો ભાવ તો ૧૦૦ રૂપિયે તોલો છે' જુઓ ! લેવા માટેનો ભાવ રૂપિયે તોલો અને વેચવા માટેનો ભાવ સો રૂપિયે તોલો ! આજે આપણા જીવનનાં બધાં ક્ષેત્રોમાં આમ ચાલે છે. મારો પ્રાણ મોંઘો સો રૂપિયે તોલો પણ બીજાનો પ્રાણ રૂપિયે તોલો ! હું આજે ઘસાવા તૈયાર નથી, ભલે આખી દુનિયા મારે માટે ઘસાય.
આજે આપણી એકની સગવડ ખાતર, સુખ માટે આપણે ન કરવાનું ક૨વા તૈયા૨ થઈએ છીએ. એક માણસને રોજ પથારીમાં ફૂલ પાથરીને સૂવાનો
-
Jain Education International
--
ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org