________________
કેળવવા માટે આમ સારું વાચન, સારી મૈત્રી અને સારું વાતાવરણ આવશ્યક છે.
જીવનમાં આ સ્વસ્થતા લાવવા માટે પ્રથમ આપણે મગજનો જૂનો દંશ, કચરો દૂર કરવાનો છે. જે માણસ પ્રકૃતિથી સૌમ્ય છે તે કોઈનું બૂરું નહિ કરે. એવો માણસો પ્રકૃતિસૌમ્યત્વને લીધે ખરાબ કાર્ય નહિ કરે. સારું કુળ અને અંદરના સારા ગુણો આપણને ખરે વખતે પાપ કરવામાંથી બચાવી લે છે. આવું ઉત્તમ વાતાવરણભર્યું કુળ આત્માના પુણ્ય પ્રભાવથી જ મળી શકે છે.
માણસનું માનસિક બળ તૂટી ગયું છે; એ બળ ધ્યાનથી કેળવવાનું છે. એ અદમ્ય શક્તિ કેળવો, પ્રકૃતિની અંદર વણાયેલી ખરી સંસ્કારિતાને બહાર લાવો અને ચંદનની સુવાસ અને શીતળતા જેવી મીઠી અને શાંત પ્રકૃતિસૌમ્યત્વની સર્વત્ર સુરભી પ્રસરશે. તા. ૧૦-૭-૧૯૬૦
-
ધર્મરત્નનાં અજવાળાં * ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org