________________
ગયા અને તેને પોતાના નામનું કાર્ડ અને દસ ડૉલર ભેટ આપ્યા; વધુ સહાય જોઈએ તો એની પેઢીએ આવવા જણાવ્યું. એના હૈયામાં ત્યારે સાચી દયા હતી અને એના અંતરમાંથી કરુણાનો સ્રોત વહી રહ્યો હતો. બીજાની મુશીબત જોઈને માનવીનું હૈયું આવી રીતે દ્રવવા લાગે ત્યારે જાણવું કે હવે એનામાં માનવતા પાંગરી રહી છે.
પેલા દાનવીર શેઠ તો આમ ભેટ આપી ચાલી ગયા, પણ હાથમાં ડૉલર લઈને પેલો કરોડપતિ વિચારે છે કે, વાહ ! માનવામાં આવી ઉદારતા, લાગણી હોય છે ખરી ! મેં માગ્યું ન હતું છતાં એ મને સહાય કરી ગયો ! પેલા શેઠની માનવતાએ હવે તેનામાં પણ માનવતા જગવી; દીવામાંથી દીવો પ્રગટ્યો; પહેલી જ વાર આવી સુંદર રાત્રિએ, સાગરનાં દર્શને એના હૈયામાં નવું સ્પંદન જાગ્યું. એને થયું, બીજાનાં દુ:ખે, વિના સ્વાર્થે રડનારાય જગતમાં હોય છે ખરા. અને વાત પણ સાચી છે કે માનવી જો બીજા માનવીને મદદ ન કરે તો શું પશુ માનવીને મદદ કરવાનું છે ?
પેલા શેઠના વિચારો હવે આનામાં નવા વિચારો જગવી ગયા. એને થયું કે મને આ નવો પ્રકાશ પેલા શેઠ આપી ગયા છે. એની સુષુપ્ત શ્રદ્ધા હવે જાગી કે જગતમાં માનવીના રૂપમાં આવા ફિરસ્તાઓ હજી પણ વસે છે ખરા. આજે પહેલી જ વાર એના દિલમાં આ દીવો પ્રગટ્યો. એનામાં ત્યારથી ઉદારતાનાં, સહાયતાનાં બી વવાઈ ગયાં.
પછી તો આ વાતને દશેક વર્ષ વીતી ગયાં. એક વાર એણે છાપામાં વાંચ્યું કે જેના નામનું કાર્ડ હતું અને જેણે એને એક વાર દસ ડૉલરની મદદ – વિના માગે કરેલી એ શેઠ મુશ્કેલીમાં આવી પડ્યા છે; અને એને ત્યાં લેણદારનો દરોડો પડ્યો છે.
હવે આ માણસ કાંઈ કંજૂસ નથી રહ્યો. અત્યારે એના ચિત્તનું દ્વાર ઊઘડી ગયું છે. ઉદારતાની એને લગની લાગી છે. પેલા શેઠના નિમિત્તથી એના આત્માનાં બારણાં ઊઘડી ગયાં છે. જરૂર ન હોય તો પાઈનુંય પેટ્રોલ ન બાળે એવો આ કરોડપતિ, આજે હવે એનામાં હૈયાનો પ્રેમ જાગતાં, ૭૦ માઈલ દૂર બેઠેલા પેલા માણસને મદદ કરવા ઊપડ્યો.
ત્યાં જઈને એણે જોયું તો શેઠ ગમગીન બેઠા છે. એની પ્રતિષ્ઠા ભૂંસાઈ જવાનો સમય આવી લાગ્યો છે. જેણે આજ સુધી બીજાને છૂટે હાથે આપ્યું છે એને, આજે મુસીબતે જકડી લીધો છે.
કોઈ માર્ગ ન જડતાં થાકીને એ ઝેર પીને મરી જવાની તૈયારી કરી રહ્યો છે, ત્યાં કરોડપતિ આવી પહોંચ્યો. આ કરોડપતિને જોઈ પેલો શેઠ ચમકી ઊઠે
પ૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org